<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th August 2024

બદલાપુરમાં યૌન શૌષણનો ભોગ બનેલી બાળકીઓના મેડિકલ રિપોર્ટમાં 'દાદા'ની હેવાનિયત થયાનો ઘટસ્ફોટ

માતા-પિતાએ તેમની દીકરીઓની મેડિકલ ટેસ્ટ કરાવી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા:ઘણી પીડિત છોકરીઓનું કૌમાર્ય પણ ભંગ થઈ ગયું પોલીસે POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી

મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં શાળામાં બે બાળકીઓના યૌન શૌષણ કેસમાં નોંધાયેલી FIRની વિગતો સામે આવી છે. પીડિતા પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆર મુજબ, આ ઘટના 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યાની વચ્ચે બની હતી. 

  આ ઘટના બાદ 16 ઓગસ્ટે છોકરીઓએ સ્કૂલ જવાની ના પાડી દીધી હતી. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તે ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના પરિવારજનો તેમની વાત સાંભળીને ચોંકી ગયા હતા. પીડિત યુવતીના પરિવારે 16 ઓગસ્ટે જ પોલીસને આ મામલાની જાણ કરી હતી. પરંતુ પોલીસે 12 કલાક પછી લગભગ 9 વાગ્યે કેસ નોંધ્યો હતો.

   વાલીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જ્યારે અન્ય માતા-પિતાએ તેમની દીકરીઓની મેડિકલ ટેસ્ટ કરાવી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. ઘણી પીડિત છોકરીઓનું કૌમાર્ય પણ ભંગ થઈ ગયું હતું. 

  એક પીડિત છોકરીએ તેના પરિવારને જણાવ્યું કે શાળાના એક દાદા (ભાઈને મરાઠીમાં દાદા કહે છે)એ તેના કપડા ઉતારીને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો. આરોપીઓએ બાળકી સાથે બળાત્કાર પણ કર્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસે POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી.

    થાણેના બદલાપુરમાં રેલ્વે સ્ટેશન નજીક ત્યાં કામ કરતી હેલ્પર દ્વારા આંગણવાડીમાં ભણતી બે છોકરીઓ પર કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાળકીઓએ ઘેર જઈને વાત જણાવી ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 23 વર્ષીય સફાઈ કર્મચારી છે. પીડિત યુવતીઓની ઉંમર ત્રણ અને ચાર વર્ષની છે. 

   આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીઓ ટોઈલેટ ગઈ હતી જ્યાં આરોપીએ તેમના પ્રાઈવેટ અંગોનો સ્પર્શ કર્યો હતો આ પછી ઘેર જઈને બાળકીઓએ પ્રાઈવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી, બાદમાં તેણે તેના પરિવારને કહ્યું કે જ્યારે તે બાથરૂમ ગઈ હતી ત્યારે આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો. જ્યારે માતા-પિતાએ અન્ય બાળકોના માતા-પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેઓ પણ ઘટનાની જાણ કરવા પહોંચ્યા અને તેમની પુત્રીના બદલાતા વર્તનને સમજ્યા. આ પછી, ડૉક્ટર દ્વારા તપાસ કરવા પર, જાણવા મળ્યું હતું કે છોકરીઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ પછી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો

(10:33 PM IST)