<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ કોંગ્રેસની 100 કરોડની આઇટી નોટીસ સબંધિત મામલો

કોંગ્રેસને 100 કરોડથી વધુની બાકી રકમની વસૂલાત માટે ઈન્કમ ટેક્સ ડિમાન્ડ નોટિસ પર રોક લગાવવા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)નો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટના આદેશ સામે કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં કોંગ્રેસને 100 કરોડથી વધુની રકમની વસૂલાત માટે ઈન્કમ ટેક્સ ડિમાન્ડ નોટિસ પર રોક લગાવવા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

   જસ્ટિસ બીવી નાગરથના અને એન કોટીશ્વર સિંહની બેન્ચે હાઈકોર્ટના 13 માર્ચના આદેશ સામે કોંગ્રેસની અરજી પર નોટિસ જારી કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલ રાજકીય પક્ષની અપીલ પર સુનાવણી કરી શકે છે. 

   ખંડપીઠે કહ્યું- 'જ્યારે ટ્રિબ્યુનલના આદેશ સામે અપીલ કરવામાં આવે ત્યારે હાઈકોર્ટ અરજદાર એટલે કે કોંગ્રેસને ટ્રિબ્યુનલમાં પાછા જવા માટે કેવી રીતે કહી શકે? હાઈકોર્ટે પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ ન કરીને યોગ્ય કામ કર્યું નથી.

   આવકવેરા વિભાગ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામને કોર્ટને જણાવ્યું કે બાકી રકમની વસૂલાત થઈ ચૂકી છે. કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક ટંખાએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવો જોઈએ અને ડિમાન્ડ નોટિસ પર વચગાળાનો સ્ટે મૂકવો જોઈએ.

(12:39 AM IST)