<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

રાજયસભાની ચુંટણી માટે ભાજપે ૯ ઉમેદવારોની યાદી જાહેર કરી

આસામ-બિહાર-હરીયાણા-મધ્‍યપ્રદેશ-મહારાષ્‍ટ્ર-ઓડીશા-રાજસ્‍થાન-ત્રિપુરા માટે ઉમેદવારો જાહેરઃ બાર કાઉ. ઓફ ઇન્‍ડીયાના ચેરમેન મનનકુમાર મિશ્રાની બિહાર માટે પસંદગી

નવી દિલ્‍હી, તા., ર૧: ૯ રાજ્‍યોની ૧૨ રાજ્‍યસભા બેઠકો માટે ૩જી સપ્‍ટેમ્‍બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એક અખબારી યાદી બહાર પાડીને પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્‍યોમાં યોજાનારી આગામી રાજ્‍યસભાની પેટાચૂંટણી માટે કેટલાક નામોને મંજૂરી આપી દીધી છે.

ભાજપનું કેન્‍દ્રીય નેતળત્‍વ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખના એક દિવસ પહેલા મંગળવારે રાજ્‍યસભાના ૯ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્‍યસભા માટે ૯ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કિરણ ચૌધરીને ભાજપે હરિયાણાથી રાજ્‍યસભાના ઉમેદવાર બનાવ્‍યા છે.

આસામમાંથી રામેશ્વર તેલી અને રંજન દાસ તેમજ  બિહાર - મનન કુમાર મિશ્રા (બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન ) તથા હરિયાણા - કિરણ ચૌધરી, મધ્‍યપ્રદેશ - જ્‍યોર્જ કુરિયન તેમજ મહારાષ્‍ટ્ર - ધાર્યશીલ પાટીલ, ઓડિશા - મમતા મોહંતા તેમજ રાજસ્‍થાન - રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરા - રાજીવ ભટ્ટાચાર્યને રાજયસભામાં સાંસદ તરીકે મોકલવા ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે.

બિહાર માટે મનનકુમાર મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. જેઓ વ્‍યવસાયે એડવોકેટ છે અને હાલમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન છે.

(11:36 AM IST)