News of Wednesday, 21st August 2024
કોલકાતા અને બદલાપુર બાદ અકોલામાં બર્બરતા : સરકારી શાળામાં અભ્યાસ કરતી છ છોકરીઓએ શિક્ષક પર અશ્લીલ હરકતોનો આરોપ લગાવ્યો : પોલીસ સ્ટેશન પહોંચી
પોલીસે મંગળવારે સાંજે આરોપી શિક્ષકની ધરપકડ કરી : રાજ્યમાં બદલાપુર બાદ જાતીય સતામણીનો બીજો કિસ્સો

પુણે : મુંબઈને અડીને આવેલા થાણેના બદલાપુરમાં છોકરીઓના યૌન શોષણનો મામલો શમ્યો ન હતો ત્યારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે છોકરીઓનું યૌન શોષણ કરવાના આરોપમાં શિક્ષકની ધરપકડ કરી છે. એક સ્કૂલની 8મા ધોરણની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમના શિક્ષક પર જાતીય સતામણીનો અને તેમને અશ્લીલ વીડિયો બતાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી શિક્ષક પ્રમોદ સરદાર વિરુદ્ધ BNSની કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલો અકોલાની સરકારી શાળા સાથે સંબંધિત છે. અગાઉ, થાણે જિલ્લાની એક શાળામાં 3 અને 4 વર્ષની બે છોકરીઓની જાતીય સતામણીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે થાણેના બદલાપુર ઘટનાની તપાસ SITને સોંપી છે. પોલીસે કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા સાથે ઉજ્જવલ નિકલને સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. બદલાપુર ઘટનાને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે અકોલા સરકારી શાળાની ઘટનાથી મુશ્કેલી વધી શકે છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં છ શાળાની છોકરીઓની ફરિયાદ બાદ એક શાળા શિક્ષકની છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષકની ઓળખ પ્રમોદ મનોહર સરદાર તરીકે થઈ હતી. પોલીસે પીડિત છોકરીઓના નિવેદન નોંધ્યા બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અકોલાના પોલીસ અધિક્ષક બચ્ચન સિંહે જણાવ્યું હતું કે અકોલા પોલીસને કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ મનોહર સરદાર દ્વારા છ શાળાની છોકરીઓની છેડતીની ફરિયાદ મળી હતી. એસપી સિંહે કહ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 75 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
શાળાના આચાર્ય રવિન્દ્ર સમદુરે અકોલામાં વિદ્યાર્થીનીઓની કથિત સતામણી બદલ શિક્ષકની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. સમદુરે જણાવ્યું કે મંગળવારે સ્કૂલમાં એક કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ શિક્ષક 7-8 ધોરણની વિદ્યાર્થીનીઓને મળવા ગયા. 4-5 યુવતીઓએ કહ્યું કે તેમની સાથે છેડતી કરવામાં આવી હતી, પછી અમને તેની જાણ થઈ, ત્યાં સુધી અમને આવી કોઈ વાતની જાણ નહોતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
