<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

અંદર બાળક,કારે ઈન્ડિકેટર આપ્યા વગર ટર્ન લીધો: બાઇકચાલકે કર્યો હુમલો:જુઓ વીડિયો

ઈન્ડિકેટરની વાતથી બાઇક સવાર એટલો ગુસ્સે થયો કે તેણે કાર સવાર પર હુમલો કર્યો.

 

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક બાઈક સવાર ગુસ્સે થઈ ગયો કારણ કે એક કાર ઈન્ડિકેટર આપ્યા વિના ડાબી બાજુએ વળી ગઈ. ઈન્ડિકેટરની વાતથી બાઇક સવાર એટલો ગુસ્સે થયો કે તેણે કાર સવાર પર હુમલો કર્યો. આ દરમિયાન સ્થળ પર હાજર લોકો તેને રોકવાના અનેક પ્રયાસો પણ કર્યા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેંગલુરુમાં રસ્તાની વચ્ચે કારમાં બેઠેલા પતિ-પત્ની પર એક પુરુષ બૂમો પાડી રહ્યો છે. ગુસ્સે થયેલા બાઇકચાલકને કાર પર હુમલો કરતા પણ જોઇ શકાય છે, જ્યારે કપલ બૂમો પાડી રહ્યું છે કે તેમની સાથે કારમાં એક બાળક પણ છે.

આ ઘટના સોમવારે રાત્રે 10.30 વાગ્યે સરજાપુર રોડ પર ડોડ્ડાકન્નલ્લી પાસે બની હતી. સિટીઝન મૂવમેન્ટ, ઈસ્ટ બેંગલુરુએ તેનો વીડિયો X પર પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક સવારે કપલની કારની વિન્ડશિલ્ડ તોડી નાખી હતી. આ પછી, તે બહારથી તેમના પર બૂમો પાડી રહ્યો છે, પરંતુ અચાનક તેણે વિન્ડશિલ્ડ વડે કારના કાચ પર હુમલો કર્યો. આ દરમિયાન કારની અંદર બેઠેલી મહિલા ચીસો પાડવા લાગે છે અને પછી ડ્રાઈવર સીટ પર બેઠેલા પુરુષે કહ્યું, અંદર એક બાળક છે.

બેંગલુરુ સિટી પોલીસે પોસ્ટ પર પ્રતિક્રિયા કરતા કહ્યું કે, તેઓએ બાઇક સવારને કસ્ટડીમાં લીધો છે અને આ મામલે તપાસ કરી રહી છે.

(1:29 PM IST)