<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ISRO 5 વર્ષમાં 70 સેટેલાઈટ લોન્ચ કરશે ચંદ્રયાન 4 અને 5ની ડિઝાઈન તૈયાર

ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4 અને 5 ની ડિઝાઈન તૈયાર છે. જાણો ક્યારે થશે લોન્ચિંગ

નવી દિલ્હી : ISROના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું કે અમારી પાસે ચંદ્ર પર જવા માટે ઘણા મિશન છે. સ્પેશ એજન્સીએ ચંદ્ર મિશનના આગામી તબક્કામાં ચંદ્રયાન 4 અને 5 માટેની ડિઝાઈનો પૂરી કરી લીધી છે અને હવે સરકારની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.

ઈસરો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એસ સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન 4 મિશનમાં ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટીને ઘરતી પર લાવવામાં આવશે. સાથે જ ચંદ્ર પરથી સેટેલાઈન લોન્ચ કરવા, ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશ ડોકીંગ પ્રયોગનો સમાવેશ થાય છે.

   સોમનાથે ગગનયાન મિશનને લઈને કહ્યું કે આ પ્રથમ માનવરહિત મિશન આ વર્ષે ડિસેમ્બરમાં મોકલવામાં આવશે. તમામ સિસ્ટમ આગામી એકથી દોઢ મહિનાની અંદર શ્રીહરિકોટા પહોંચી જશે, જ્યાં અંતિમ પરીક્ષણ હાથ ધરાશે.

(2:12 PM IST)