<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

વંદે ભારત ટ્રેનની દાળમાંથી નીકળ્યો વંદો પરિવારે ટ્રેનમાં જ હોબાળો મચાવ્યો

આ ઘટના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ :શિરડીથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસમાં પરિવારને કડવો અનુભવ

મુંબઈ :હોટેલમાં જમવા જતી વખતે કે ઓનલાઈન મંગાવેલા ફુડમાંથી અવારનવાર જીવાત, વાળ કે બ્લેડ જેવી ચીજો મળી આવવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલમાં જ ટ્રેનના ફુડમાંથી વંદો મળી આવવવાની ઘટના સામે આવી છે.

શિરડીથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસમાં એક પરિવાર જ્યારે ભોજન કરી રહ્યા હતા. ત્યારે પીરસવામાં આવેલી એક દાળમાં વંદો મળી આવ્યો હતો. પરિવારે આ અનુભવ સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે દાળમાંથી મરેલો વંદો મળી આવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

પરિવારના એક સભ્ય રિક્કી જેસવાનીએ આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દિવ્યેશ વાનખેડકરે આ ઘટનાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ મામલે IRCTC એ સર્વિસ પ્રોવાઈડરને દંડ ફટકાર્યો હતો અને જણાવ્યું હતું કે અસુવિધા માટે ખેદ છે.

(2:29 PM IST)