<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કાશ્‍મીરમાં ચુંટણીની જાહેરાત થતા જ પક્ષપલ્‍ટુઓ થયા સક્રિય

જમ્‍મુ : જમ્‍મુ-કાશ્‍મીરમાં વિધાનસભા ચુંટણીની જાહેરાત સાથે જ રાજયના રાજકીય પરીષદમાં મહત્‍વના ફેરફારો જોવા મળી રહયા છે. કલમ ૩૭૦ નાબુદ થયા પછી નિષ્‍ક્રીય રહેલા કેટલાય નેતાઓ હવે પક્ષ બદલીને નવા પક્ષોમાં જોડાઇ રહયા છે.

તાજા ઘટના ક્રમમાં અલ્‍તાફ બુખારીના નેતૃત્‍વવાળી જમ્‍મુ કાશ્‍મીર અપની પાર્ટીના સ્‍થાપક સભ્‍ય જફર ઇકબાલ મનહાસે રાજીનામું આપ્‍યું છે અને તે પોતાના પુત્ર સાથે ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવાની આશા છે.

સુત્રોએ જણાવ્‍યું કે તાજેતરની લોકસભા ચુંટણીમાં હાર મળ્‍યા પછી મનહાસ કથીત રીતે પક્ષના નેતૃત્‍વથી દુર થઇ ગયા હતા. એક અન્‍ય નેતા અબ્‍દુલ હક ખાને થોડો સમય નિષ્‍ક્રીય રહયા પછી પીડીપીમાં ફરીથી જોડાયા છે.

સુત્રોએ સંકેત આપ્‍યા કે આગામી દિવસોમાં વધુ નેતાઓ પક્ષ બદલી શકે છે કેમ કે રાજકીય પક્ષો આગામી વિધાનસભા ચુંટણીમાં સતા માટે હોડ કરી રહયા છે. દરેક પક્ષ અસંતુષ્‍ઠ નેતાઓનું સ્‍વાગત કરવામાં ગર્વ અનુભવે છે જેથી ચુંટણીઓમાં તેમની સંભાવનાઓને વધારી શકાય.

(2:53 PM IST)