<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સુનિતાને સ્‍ટાર લાઇનરથી લાવવાનો પ્રયાસ બની શકે છે જીવલેણ : નિષ્‍ણાંત

વોશીંગ્‍ટન, તા. ર૧ : ભારતીય મુળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલીયમ્‍સ અને બુચ વિલ્‍મોરને આંતરરાષ્‍ટ્રીય અવકાશ સ્‍ટેશન (આઇએસએસ)માં બે મહિનાથી વધારે થઇ ગયા છે. પાંચ જુને આઠ દિવસ માટે ગયેલા અવકાશયાત્રીઓ બોઇંગના સ્‍ટાર લાઇનરના થ્રસ્‍ટર્સ ખરાબી આવ્‍યા પછી આઇએસએસ પર જ ફસાયેલા છે. નાસા તેમને આવતા વર્ષના ફેબ્રુઆરી સુધીમાં પાછા લાવવા પર વિચારે છે.

આ દરમ્‍યાન, પૂર્વ અમેરિકાના સૈન્‍ય પ્રણાલીના કમાંડર રૂડી રિડોલ્‍ફી એ ચેતવણી આપી છે કે જો ખરાબી વાળા યાન સ્‍ટાર લાઇનર દ્વારા અવકાશયાત્રીઓને પાછા લાવવાનો પ્રયાસ કરાયો તો તેમનો જીવ પણ જઇ શકે છે.

રિડોલ્‍ફી એ કહ્યું ‘‘આવી સ્‍થિતિમાં જો સ્‍ટારલાઇનર ખોટા કોણ થી પૃથ્‍વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે તો તેઓ સળગી જશે અથવા અવકાશમાં પાછા ધકેલાઇ જશે કેમકે આ સ્‍થિતમાં હીટ શીલ્‍ડ નિષ્‍ફળ થવાનો ભય રહે છે. આ ઉપરાંત બીજુ જોખમએ પણ છે કે અવકાશ યાત્રીઓ બળીને જીવ ગુમાવે.''

જો કે નાસા દરેક ડગલુ ફુંકી ફુંકીને ચાલી રહ્યું છે. નાસા અનુસાર, અવકાશમાં યાત્રીઓને સહી સલામત લાવવાએ તેની પ્રાથમિકતા છે.

(2:53 PM IST)