<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

વિશ્વના ર૮ કરોડ આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓમાં ૪૭% ખ્રિસ્‍તીઓ

ખ્રિસ્‍તી અને મુસ્‍લીમો દુનિયામાં સૌથી મોટા પ્રવાસી સમુદાયોઃ ત્રણ દાયકામાં વસ્‍તી ૪૭% અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓની સંખ્‍યા ૮૩% વધી

વોશીંગ્‍ટન : જયારે અમેરિકાથી માંડીને યુરોપ સુધી રાજકારણમાં પ્રવાસી વસ્‍તી મુખ્‍ય મુદ્‌્‌ો બનાવેલ છે તેવા સમયે પ્‍યુ રિસર્ચના તાજેતરના અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે અત્‍યારે દુનિયાની ૩.૬ ટકા વસ્‍તી એટલે કે લગભગ ર૮ કરોડ લોકો આંતરરાષ્‍ટ્રીય પ્રવાસી છે. અભ્‍યાસમાં કહેવાયુ છે કે છેલ્લા ત્રણ દાયકામાં પોતાના મૂળ દેશથી બહાર રહેનારા લોકોની સંખ્‍યામાં ૮૩ ટકા વધારો થયો છે. જયારે વસ્‍તી વધારો ૪૭ ટકા થયો છે.

ખ્રિસ્‍તી લોકો દુનિયામાં સૌથી મોટો પ્રવાસી સમુદાય બની ચૂકયા છે, જયારે મુસ્‍લિમો બીજા નંબર પર છે. વિશ્વની વસ્‍તીના ૩૦ ટકા હોવા છતાં લગભગ દરેક બીજો પ્રવાસી ખ્રિસ્‍તી છે. વિશ્વના પ્રવાસીઓમાં ૪૭ ટકા ખ્રિસ્‍તી છે. ત્‍યાર પછી મુસલમાન વિશ્વની વસ્‍તીના રપ ટકા છે, જયારે પ્રવાસીઓની સંખ્‍યામાં તેની ટકાવારી થોડી વધારે એટલે કે ર૯ ટકા છે.

વૈશ્વિક વસ્‍તીમાં હિંદુઓની વસ્‍તી લગભગ ૧પ ટકા છે. જયારે આંતર રાષ્‍ટ્રીય પ્રવાસીઓમાં તેમની સંખ્‍યા પાંચ ટકા છે. મોટા ભાગના હિંદુ પ્રવાસીઓ ભારતમાંથી જ બહાર જાય છે.

(3:10 PM IST)