News of Wednesday, 21st August 2024
ઝારખંડમાં રાજ્યના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને લઈ જઈ રહેલી કાર એક ટ્રક સાથે અથડાઈ : કરૂણ ઘટનામાં વાહન ચાલકનું મોત નીપજ્યું ; 5 જવાનો ઘાયલ
અકસ્માત ઝારખંડના સરાઈકેલા-ટાટા મુખ્ય હાઈવે થયા બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ : મૃતકના પરિવારજનો વતી હોસ્પિટલ સુધી કોઈ પહોંચ્યું નથી. : વાસ્તવમાં રાજ્યના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનના કાફલાને લઈ જઈ રહેલા કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે હાજર 5 જવાન પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ કાફલો ચંપાઈ સોરેનને તેમના નિવાસસ્થાને છોડીને પાછો જઈ રહ્યો હતો.

નવી દિલ્હી તા.૨૧ : ઝારખંડમાં એક મોટો અકસ્માત થયો છે. રાજ્યના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને લઈ જઈ રહેલી કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટના મંગળવારે રાત્રે 2 વાગ્યે બની હતી. આ કરૂણ ઘટનામાં વાહન ચાલકનું મોત નીપજ્યું હતું. તેમજ 5 જવાનો ઘાયલ થયા છે. આ ઘટના ઝારખંડના સરાઈકેલા-ટાટા મુખ્ય હાઈવે પર બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
વાસ્તવમાં રાજ્યના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનના કાફલાને લઈ જઈ રહેલા કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે હાજર 5 જવાન પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ કાફલો ચંપાઈ સોરેનને તેમના નિવાસસ્થાને છોડીને પાછો જઈ રહ્યો હતો.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર કાર ચાલક ચાઈબાસાનો રહેવાસી છે . આ અકસ્માત બાદ ઘાયલ જવાનોને એમ્બ્યુલન્સ દ્વારા સરાયકેલાની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનો વતી સદર હોસ્પિટલ સુધી કોઈ પહોંચ્યું નથી.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
