<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પાકિસ્‍તાનથી કરબલા જઈ રહેલા શિયા શ્રદ્ધાળુઓની બસ ઈરાનમાં પલટી : ૨૮ના કરૂણ મોત

બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્‍માત અકસ્‍માત એટલો ગંભીર હતો કે બચાવકર્મીઓ દ્વારા ૨૮ મુસાફરોને સ્‍થળ પર જ મળત જાહેર કરવામાં આવ્‍યા

તેહરાન, તા.૨૧: ઈરાનમાં પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓને લઈ જતી બસને અકસ્‍માત નડ્‍યો હતો. બસ પલટી જતાં ૨૮ મુસાફરોના મોત થયા હતા અને ૨૩ ઘાયલ થયા હતા. ઈરાની સમાચાર એજન્‍સી IRNAએ ઈમરજન્‍સી અધિકારી મોહમ્‍મદ અલી મલેકઝાદેહને ટાંકીને જણાવ્‍યું હતું કે આ દુર્ઘટના મંગળવારે રાત્રે મધ્‍ય ઈરાનના પ્રાંત યઝદમાં થઈ હતી. પાકિસ્‍તાનથી આવેલા શ્રદ્ધાળુઓ શિયા સમુદાયના હતા. તે બધા અરબાઈન માટે ઈરાકી શહેર કરબલા તરફ પ્રયાણ કરી રહ્યા હતા, જે ૭મી સદીમાં ઈમામ હુસૈનના મળત્‍યુના ૪૦મા દિવસે છે. શિયાઓ માટે આ તારીખનું ઘણું મહત્‍વ છે અને આ દિવસે મોટી સંખ્‍યામાં શિયાઓ કરબલામાં જાય છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે અકસ્‍માતનું કારણ બસની બ્રેક યોગ્‍ય રીતે ન લગાવવામાં આવી હતી, જેના કારણે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્‍યો હતો અને આ અકસ્‍માત થયો હતો. અકસ્‍માત બાદ સ્‍થાનિક અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને ઘાયલ મુસાફરોને હોસ્‍પિટલ લઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ૨૩ ઘાયલ મુસાફરોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે.

પાકિસ્‍તાનમાં મોટી સંખ્‍યામાં શિયાઓ છે. શિયા યાત્રાળુઓ ઈરાનથી ઈરાકનો માર્ગ પસંદ કરે છે. ઇમામ હુસૈનની શહાદતના ૪૦મા દિવસની યાદમાં દર વર્ષે લાખો શિયાઓ અરબાઇન વિધિ માટે કરબલાની મુલાકાત લે છે. આ અકસ્‍માતે ઈરાનની માર્ગ સુરક્ષાનો મુદ્દો પણ ફરી ચર્ચામાં લાવી દીધો છે. દેશમાં માર્ગ અકસ્‍માતમાં દર વર્ષે સરેરાશ ૧૭,૦૦૦ મળત્‍યુ થાય છે.

(3:22 PM IST)