<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

બદલાપુર : ૨૪મીએ મહારાષ્‍ટ્ર બંધનું એલાન

મહાવિકાસ અઘાડી મેદાને

મુંબઇ, તા.૨૧: મહા વિકાસ આઘાડી (MVA) એ બુધવારે દલાપુર ઘટનાના વિરોધમાં ૨૪ ઓગસ્‍ટે મહારાષ્‍ટ્ર બંધનું આહ્વાન કર્યું હતું. એમવીએ કહ્યું કે મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો આ એક દિવસીય બંધમાં ભાગ લેશે. આજે અગાઉ, NCP (SCP) સાંસદ સુપ્રિયા સુલેએ તેમના પક્ષના કાર્યકરો સાથે બદલાપુરની કિન્‍ડરગાર્ટન શાળામાં બે યુવતીઓની કથિત જાતીય સતામણી અંગે મહારાષ્‍ટ્ર સરકાર સામે વિરોધ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે મહારાષ્‍ટ્રના થાણે જિલ્લામાં એક શાળાના શૌચાલયમાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓ સાથે કથિત રીતે યૌન શોષણ કર્યા બાદ હજારો પ્રદર્શનકારીઓએ બદલાપુર રેલવે સ્‍ટેશનના પાટા બ્‍લોક કરી દીધા હતા અને શાળા પરિસરમાં ધસી ગયા હતા. પોલીસ પર પથ્‍થરમારો કરી રહેલા રેલ્‍વે ટ્રેક પર હાજર પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુસ્‍સે ભરાયેલા વાલીઓ સહિત સેંકડો દેખાવકારોએ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી સામે પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરવા માટે શાળાની ઇમારતમાં તોડફોડ કરી હતી.

મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્‍યું હતું કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે કિન્‍ડરગાર્ટન છોકરીઓના કથિત જાતીય શોષણના વિરોધમાં વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજ્‍ય સરકારને બદનામ કરવાનો હતો. આ મુદ્દાને સંબોધતા તેમણે કહ્યું કે મોટાભાગના દેખાવકારો બહારના હતા. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ ઘટના પર રાજકારણ કરનારાઓને શરમ આવવી જોઈએ.

(3:33 PM IST)