<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પાંખો

થાકી હારીને ઓરડામાં, બંધ કરી બેઠી મા પોતાની દીકરીને, બોલી દીકરી, માં જો બારીની બહાર ,કેટલું મોટું આકાશ ઊભું છે .

ઉડવા દે માં મને ,પાંખો છે મારી પાસે પણ ,દુઃખ ભરી આંખોમાં, બોલી માં દીકરીને, સાચું તો છે, કે પૂરું આસમાની આકાશ બહાર ઉભું છે .

સહી નહીં શકે ,એ પણ તારી ઉડાનને ,થોડા ગીધ અને કાગડા ઉડે છે ,એ પણ ખબર છે આકાશને .

ભરીશ ઉડાન તું, પામવા એ આકાશને ,કાપી નખાશે ,તોડી નખાશે ,એ જ પાંખો તારા, અફસોસ, નહીં હોય કોઈ આજુબાજુમાં, આપવા સહારો તને .

નીચે ઉભા પિતા તારા , પાંખો એમના ખભા ઉપર ઉપાડશે, લાખો કોશિશ કરશે એમનું તૂટેલું મન ,પણ પંખોને નહીં જોડી શકે.

 કેવી રીતે ઉજવવું આઝાદી આ દેશની ,જેને ભારત માતા બોલાય છે, ક્‍યારે કોઈ સમજી શકશે કે ,વર્ષો પછી પણ ,ના માં (ભારત) ના દીકરી (ભારતીયસ્ત્રી) આઝાદ થઈ શકી છે . (૨૨.૧૮)

આઝાદીની શુભકામનાઓ

રચના કે પટેલ

 આદિશા એપાર્ટમેન્‍ટ ,રામદાસ ગાર્ડન,નાસિક.

મહારાષ્ટ્ર

(3:50 PM IST)