<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સ્‍ટારબકસના નવા CEO રોજનું ઘરથી ઓફિસ સુધી ૧૬૦૦ કિમીનું ‘અપડાઉન' કરશે : જો કે વિમાનમાં

ઘરથી ઓફીસ ૧૬૦૦ કિમી દુર છે : પગાર નક્કી થયો રૂ.૯,૪૮,૬૧,૫૭,૯૦૦

નવી દિલ્‍હી, તા.૨૧: જો તમે કામ કરો છો, તો તમારી ઓફિસ ઘરથી કેટલી દૂર છે? ૧૦ કિલોમીટર? ૧૫ કિલોમીટર? ૨૦ કિલોમીટર? અથવા વધુ? વિચારો, જો તમે દિલ્‍હીમાં રહો છો અને ઓફિસ ચેન્નાઈમાં ૧૬૦૦ કિમી દૂર છે, તો તમે રોજ ઓફિસ કેવી રીતે જશો? સ્‍વાભાવિક છે કે તમે નોકરી માટે ચેન્નાઈમાં જ રહેશો. દિલ્‍હીથી ચેન્નાઈ દરરોજ મુસાફરી કેવી રીતે શકય બનશે? પરંતુ સ્‍ટારબક્‍સના નવા સીઈઓ બ્રાયન નિકોલને કારણે તે શકય બન્‍યું છે. બ્રાયન પોતાના ઘરથી ઓફિસ સુધી દરરોજ ૧૬૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે. આ માટે તે કોર્પોરેટ જેટનો ઉપયોગ કરશે. કંપની મુસાફરી ખર્ચ ચૂકવશે.

બ્રાયનનું ઘર કેલિફોર્નિયાના ન્‍યુપોર્ટમાં છે. સ્‍ટારબક્‍સનું મુખ્‍ય મથક સિએટલ, વોશિંગ્‍ટનમાં છે. બંને શહેરો વચ્‍ચેનું હવાઈ અંતર લગભગ ૧૬૦૦ કિમી છે. બ્રાયન કંપનીના કામ માટે અન્‍ય શહેરો અને દેશોમાં પણ જશે. આ પ્રવાસ કંપનીના ખર્ચે થશે. તે જ સમયે, જ્‍યારે બ્રાયન કંપનીના કામ માટે કયાંય નહીં જાય, ત્‍યારે તેણે ઓફિસમાં આવવું પડશે. કંપનીની હાઇબ્રિડ પોલિસી અનુસાર, બ્રાયનને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં આવવું પડશે. જો કે, આ ત્‍યારે છે જ્‍યારે તે કોઈ કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો નથી. સીઈઓનું પદ સંભાળ્‍યા બાદ બ્રાયન હજુ સુધી ઓફિસમાં જોડાયા નથી. તેઓ આવતા મહિનાથી જવાબદારી સંભાળશે.

૫૦ વર્ષના બ્રાયનને દર વર્ષે કરોડો રૂપિયાનો પગાર મળશે. નવા CEOને સ્‍ટારબક્‍સ દ્વારા લગભગ $૧૧૩ મિલિયન (રૂ.૯,૪૮,૬૧,૫૭,૯૦૦)નો પગાર આપવામાં આવશે. બ્રાયન નિકોલની વાર્ષિક બેઝિક સેલેરી $૧.૬ મિલિયન (રૂ.૧૩.૪૨ કરોડ) છે. તેમના કામના આધારે, તેમને દર વર્ષે $૩.૬ મિલિયનથી $૭.૨ મિલિયનનું બોનસ પણ મળશે. આ બેઝિક સેલેરી કરતાં ચાર ગણું વધારે છે. તે જ સમયે, તેમને કંપનીના શેરમાં હિસ્‍સો મળશે, જે વાર્ષિક $૨૩ મિલિયન સુધી હોઈ શકે છે.

બ્રાયન પહેલા, સ્‍ટારબક્‍સના સીઈઓ ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્‍હન હતા. કંપનીએ ખરાબ કામગીરીના કારણે નરસિમ્‍હનને હટાવી દીધા હતા. નરસિમ્‍હને ગયા વર્ષે માર્ચમાં સ્‍ટારબક્‍સના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો હતો. નરસિમ્‍હને એક ઈન્‍ટરવ્‍યુમાં કબૂલ્‍યું હતું કે તેઓ સાંજે ૬ વાગ્‍યા પછી કયારેય કામ કરતા નથી

(4:04 PM IST)