News of Wednesday, 21st August 2024
ઐતિહાસિક ઘટનાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ અને સલામતી માટે ચારેય શંકરાચાર્ય મહારાજ એક મંચ ઉપર આવ્યા

સનાતન ધર્મના ચારેય શંકરાચાર્ય મહારાજોએ બાંગ્લાદેશમાં હિંદુઓ માટે રક્ષણ અને સલામતી બાબતે પ્રથમ વખત એક મંચ ઉપર સાથે આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ ચીનનું ષડયંત્ર છે. ચીનમાં મસ્જિદોને પણ નષ્ટ કરવામાં આવી રહી છે અને મુસ્લિમોને ચીનમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે.
ચારે શંકરાચાર્ય કહે છે કે અમે બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકારને મદદ કરવા માટે કહીએ છીએ. તેમણે કહ્યું કે ભારતના મુસ્લિમોએ પણ વિચારવું જોઈએ કે ત્યાં કોણ હત્યાઓ કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં હજુ પણ લગભગ ૧.૨૫ કરોડ હિંદુઓ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ તેઓ ત્યાં કટોકટીનો સામનો કરી રહ્યા છે, તેમ દેશના ચારેય શંકરાચાર્ય મહારાજે એક મંચ ઉપર આવીને કહ્યું છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
