<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ચોંકાવનારી ઘટના : વોશિંગ મશીનમાંથી 5 ફૂટ લાંબો વિશાળ કોબ્રા મળી આવ્યો : જુઓ વિડિઓ

ઘરના લિંવિંગ રુમમાં રાખવામાં આવેલ વોશિંગ મશીનમાં કોબ્રા સાપ કેવી રીતે આવ્યો : પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા

રાજસ્થાનના કોટામાં એક ચોકાવનારી ઘટનામાં એક પરિવારને વોશિંગ મશીનની અંદર એક કોબ્રા મળી આવ્યો હતો.

તે પોતાના ઘરની અંદર પાંચ ફૂટ લાંબો સાપ જોઈને ચોંકી ઉઠ્યા હતા. પરિવારના સભ્યો આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી અને લોકોને તે અંગે માહિતગાર કર્યાં. અહેવાલ પ્રમાણે સાંપને બચાવીને એટલે કે સુરક્ષિત રીતે બહાર કાઢીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

  ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે એક વિશાળ સાપને વીડિયોમાં જઈ શકાય છે તે ઘરના લિંવિંગ રુમમાં રાખવામાં આવેલ વોશિંગ મશીનમાં હતો. વોશિંગ મશીનમાં કોબ્રા સાપ કેવી રીતે આવી ગયો તે અંગે પ્રશ્ન થઈ રહ્યો છે અને આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

(7:06 PM IST)