News of Wednesday, 21st August 2024
દિલ્હીમાં પાણી ભરાવાને લઈને બીજેપી કાઉન્સિલરો દ્વારા હોબાળો :મેયર શેલી ઓબેરોય અને મંત્રી આતિશી સામે વિરોધ
ભાજપ કાઉન્સિલરોએ દિલ્હીમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને સિવિક સેન્ટરમાં હંગામો કર્યો

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલરોએ દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સિવિક સેન્ટરમાં હંગામો મચાવ્યો છે. તેઓએ દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને મંત્રી આતિશી સામે જોરદાર વિરોધ કર્યો હતો
આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને સરકાર પાણી ભરાવાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ભાજપના કાઉન્સિલરોએ સિવિક સેન્ટરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.
બુધવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) હાઉસમાં ભારે હોબાળો થયો હતો, વિપક્ષી કાઉન્સિલરોએ મેયર શૈલી ઓબેરોય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમના પર કાર્યવાહીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવિધ મુદ્દે વિરોધ કરી રહેલા કેટલાક કાઉન્સિલરોને મેયરે સસ્પેન્ડ પણ કર્યા હતા. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિપક્ષી કાઉન્સિલરો હાથમાં હોર્ડિંગ્સ અને બેનર લઈને દિલ્હી સરકારના મંત્રી આતિશી અને મેયર શૈલી ઓબેરોયના રાજીનામાની માંગ કરી રહ્યા છે
. મેયર શૈલી ઓબેરોય ગૃહમાં પહોંચ્યા બાદ જોરથી સૂત્રોચ્ચાર થયા હતા, પરંતુ આ પછી તરત જ સભા 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરો ગૃહની સામે આવ્યા, અને શૈલી ઓબેરોય અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ ‘હાય મેયર’ અને ‘શેમ ધ કરપ્ટ મેયર’ જેવા નારા લગાવ્યા અને તેમના રાજીનામાની માંગણી કરી
. વિરોધના કારણે ગૃહની કાર્યવાહી બીજી વખત 30 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. મેયરે ભાજપના કાઉન્સિલરો પંકજ લુથરા (ઝિલમિલ વોર્ડ), ગજેન્દ્ર સિંહ દલાલ (મુંડકા) અને અમિત નાગપાલ (પિતમપુરા)ને સસ્પેન્ડ કર્યા છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
