News of Wednesday, 21st August 2024
અમદાવાદ: ઊંચા મથાળેથી સોનામાં 1000 અને ચાંદીમાં 500 તૂટ્યા : જાણો કેવું રહેશે કિંમતી ધાતુના ભાવનું વલણ
અમેરિકાની મધ્યસ્થ બેન્ક વ્યાજ દરો અંગે કેવું વલણ અપનાવશે તે સોનાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતમાં સામાન્ય વધઘટ નોંધાઈ છે ત્યારે અમદાવાદ ખાતે સોના અને ચાંદી બન્ને કિંમતી ધાતુમાં કડાકો આવ્યો છે. દિલ્હી ખાતે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 150 ઘટી રૂપિયા 87,000 થયો છે,જે અગાઉ રૂપિયા 87,150 હતો.
જ્યારે દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.5) રૂપિયા 73,800 રહ્યું છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા એક હજાર ગગડીને રૂપિયા 84.500 થયા છે, જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 તૂટીને રૂપિયા 74,000, અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 500 ગગડીને રૂપિયા 73,800 રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 6.10 ડોલર વધીને 2,544.50 ડોલર થયા છે. જ્યારે ચાંદીનો ઔંસ દીઠ ભાવ 30.023 ડોલર નોંધાયો છે.
રોકારણકારો યુએસ ફેડરલ રિઝર્વની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે, જે આજે જાહેર કરવામાં આવી શકે છે. તેના આધારે વ્યાજ દરોમાં ઘટાડા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.અમેરિકાની મધ્યસ્થ બેન્ક વ્યાજ દરો અંગે કેવું વલણ અપનાવશે તે સોનાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
