News of Thursday, 22nd August 2024
કોલકાતા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ : બંગાળ સરકાર અને CBIએ સ્ટેટસ રિપોર્ટ સોપ્યો
હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ કેસમાં સુઓમોટો લેતા 20 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોલકાતા હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને લઇને બંગાળ સરકારને પણ ફટકાર લગાવી હતી.
કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી હતી. આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
