<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

પીએમ મોદી ક્યારે નિવૃત્ત થશે? : ભાજપના દિગ્ગજ નેતાએ નિયત સમય જણાવી દીધો

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે પીએમ મોદી તેમના 75માં જન્મદિવસે રાજનીતિમાંથી સંન્યાસ લેશે. સ્વામીએ કહ્યું કે આ આરએસએસના નિયમો પ્રમાણે થશે

નવી દિલ્હીઃ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી હવે વધુ એક વિસ્ફોટક નિવેદન આપીને હેડલાઇન્સમાં છે. હવે તેમણે વડાપ્રધાન મોદીને લઈને નિવેદન આપ્યું છે. જોકે, તેમણે ભૂતકાળમાં અનેકવાર અલગ-અલગ મુદ્દાઓ પર ટીકા કરીને ભાજપ સરકાર માટે મુશ્કેલી ઊભી કરી છે .

   સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર લખ્યું છે - વડાપ્રધાન મોદી આવતા મહિને 17 સપ્ટેમ્બરે તેમનો 74મો જન્મદિવસ ઉજવશે. તેઓ RSSના અલિખિત નિયમ મુજબ તેમના 75માં જન્મદિવસે નિવૃત્ત થશે. જો તે નિવૃત્ત નહીં થાય તો આરએસએસની સંચાલન સમિતિ અન્ય માધ્યમથી તેમની નિવૃત્તિની જાહેરાત કરશે

    એકંદરે, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મોદી તેમનો 75મો જન્મદિવસ ઉજવીને રાજકારણમાંથી સંન્યાસ લેશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ તેઓ ઘણી વખત વડાપ્રધાન મોદીની ટીકા કરી ચૂક્યા છે. જો કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ 75 વર્ષની વય વટાવીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજો 'માર્ગદર્શક મંડળ'માં જોડાયા. સુમિત્રા મહાજન જેવા મોટા નેતા પણ ચૂંટણી લડી શક્યા નથી. હવે વડાપ્રધાન મોદી 75 વર્ષના થવાના છે અને તેઓ રાજકારણમાંથી પણ સંન્યાસ લેશે, જેના કારણે તેઓ વડાપ્રધાન પદ પરથી હટી જશે.

(12:56 PM IST)