તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 22nd August 2024
અલ કાયદાના 14 આતંકવાદીઓની ધરપકડ; દિલ્હી પોલીસે યુપી, રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં ઝડપી કાર્યવાહી કરી : આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત
શંકાસ્પદ લોકો જુદા જુદા રાજ્યોના હતા અન્ય શખ્સોને પણ ઝડપી લેવા માટે સુરક્ષા દળો અને પોલીસની ટીમ દ્વારા ઓપરેશન યથાવત : વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા

નવી દિલ્હી તા.૨૨ : અલ કાયદાના આતંકવાદીઓની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસ ટીમે રાજસ્થાન અને યુપી એસટીએફની મદદથી અલગ અલગ જગ્યાએથી અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના ભિવડીમાંથી છ અને ઝારખંડ અને યુપીમાંથી આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસ ટીમે રાજસ્થાન અને યુપી એસટીએફની મદદથી અલગ-અલગ જગ્યાએથી અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી હતી.
આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના ભિવડીમાંથી છ આતંકવાદીઓ અને ઝારખંડ અને યુપીમાંથી આઠ એટલે કે કુલ 14 આતંકવાદીઓની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે અલ કાયદા સાથે જોડાયેલા 14 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ લોકો જુદા જુદા રાજ્યોના હતા, જેમાં ઝારખંડના ડોકટર ઇશ્તિયાક નેતા હતા. હાલમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને વધુ ધરપકડો થવાની શક્યતા છે.
ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે મળી આવ્યા છે. ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
