<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

સુપ્રિમ કોર્ટે સવાલોના ‘મિસાઇલ' છોડતા મમતા સરકાર પરસેવે રેબઝેબ

કોલકતા રેપ - મર્ડર કેસ : ૩૦ વર્ષની કારકિર્દીમાં આવો કેસ નથી જોયો : સુપ્રિમના જજે પોલીસની ‘હવા' કાઢી : કેસ નોંધવામાં વિલંબ - પોસ્‍ટમોર્ટમ - મેડિકલ પ્રક્રિયાને લઇને સવાલ ઉઠાવ્‍યા : કેસને લુલો લંગડો કરી દેવાયો : પુરાવા સાથે છેડછાડ : અંતિમ સંસ્‍કાર બાદ FIR : CBIનો સ્‍ટેટસ રિપોર્ટ

નવી દિલ્‍હી તા. ૨૨ : કોલકાતાની અરજી કાર મેડિકલ કોલેજના ડોક્‍ટરની બળાત્‍કાર અને ઘાતકી હત્‍યાના કેસમાં બંગાળ સરકાર ઘેરાઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં જયારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્‍યારે ચીફ જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્‍ચે આવા અનેક સવાલો ઉઠાવ્‍યા હતા જેના જવાબ આપવા બંગાળ સરકાર માટે મુશ્‍કેલ હશે. ખંડપીઠમાં સામેલ જસ્‍ટિસ જે.બી.પારડીવાલાએ પોલીસના વલણ પર સવાલો ઉઠાવતા કહ્યું કે મેં મારી ૩૦ વર્ષની કાનૂની કારકિર્દીમાં આવો કેસ જોયો નથી. તેમણે કેસ નોંધવામ           ાં વિલંબ, પોસ્‍ટ મોર્ટમ, મેડિકલ પ્રક્રિયા સહિત અનેક બાબતો પર સવાલો ઉઠાવ્‍યા હતા. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્‍ટર પર બળાત્‍કાર અને હત્‍યાના કેસમાં સ્‍ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ કહ્યું છે કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. સીબીઆઈએ અંતિમ સંસ્‍કાર બાદ એફઆઈઆર દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્‍યા હતા. ૨૦ ઓગસ્‍ટના રોજ સુપ્રીમ કોર્ટે આરજી કાર કોલેજની ઘટના પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને સુનાવણી કરી હતી. આ જ સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈ અને બંગાળ સરકારને આ ઘટનાની તપાસ અંગેનો સ્‍ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. આ સવાલોના જવાબ માટે બંગાળ સરકારે સંઘર્ષ કરવો પડશે.

 કોર્ટે શું પૂછ્‍યું કે... ગુનાના દ્રશ્‍યો અને પુરાવા રાત્રે કેમ સુરક્ષિત કરવામાં આવ્‍યા હતા, જયારે સવારે ૧૦.૧૦ વાગ્‍યે કેસ ડાયરીમાં અકુદરતી મૃત્‍યુની નોંધ કરવામાં આવી છે. પીડિતાનો મૃતદેહ સવારે ૫ વાગ્‍યે હોસ્‍પિટલના સેમિનાર હોલમાં મળ્‍યો હતો. આ પછી પણ હોસ્‍પિટલ પ્રશાસને પોલીસને જાણ કરવામાં કેમ વિલંબ કર્યો? પોલીસને ૧૦ વાગ્‍યે જાણ કરવામાં આવી હતી. રાત્રે ૧૨.૪૫ વાગ્‍યે અંતિમ સંસ્‍કાર પછી આ કેસમાં એફઆઈઆર કેમ નોંધવામાં આવી? છેવટે, તમે આટલા લાંબા સમયથી શાની રાહ જોઈ રહ્યા હતા?

 ગુનાના દ્રશ્‍યો અને પુરાવા રાત્રે કેમ સુરક્ષિત કરવામાં આવ્‍યા હતા, જયારે કેસ ડાયરીમાં સવારે ૧૦.૧૦ વાગ્‍યે અકુદરતી મૃત્‍યુ નોંધવામાં આવે છે. બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્‍બલ કોર્ટમાં આ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપી શક્‍યા ન હતા.

પુરાવા સુરક્ષિત કરવામાં વિલંબ અંગે, CBI એ પણ કોર્ટને કહ્યું કે ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી. એજન્‍સીએ કહ્યું કે અમને આ કેસની તપાસ ૫ દિવસ પછી મળી છે, જયારે મોટા પાયે પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે. એજન્‍સીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં માતા-પિતાને કહેવામાં આવ્‍યું હતું કે તે આત્‍મહત્‍યા છે. ત્‍યારબાદ તેઓને મૃતદેહ જોવા દેવાયા ન હતા. ત્‍યારપછી જયારે પીડિતાના મિત્રો વીડિયોગ્રાફીની માંગ કરી રહ્યા હતા ત્‍યારે તેને પણ અટકાવી દેવામાં આવી હતી. આ અમુક વિક્ષેપ સૂચવે છે.

કોર્ટ દ્વારા મોટો સવાલ પૂછવામાં આવ્‍યો કે મહિલા અર્ધ-નગ્ન અવસ્‍થામાં મળી હતી. મેડિકલ બોર્ડે બળાત્‍કારની પુષ્ટિ કરી હતી. આ પછી પણ, પોસ્‍ટમોર્ટમ સુધી ગુનાની જગ્‍યાને સાચવવા માટે શા માટે રાહ જોવામાં આવી હતી.

 ચીફ જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જયારે તમને સવારે ૧૦ વાગે માહિતી મળી કે આ એક અકુદરતી મૃત્‍યુ છે તો તમે ક્રાઈમ સીનને સુરક્ષિત કેમ ન બનાવ્‍યો. આ માટે રાત સુધી રાહ શા માટે? એટલું જ નહીં, જસ્‍ટિસ પારડીવાલાએ કહ્યું કે મારી ૩૦ વર્ષની કાનૂની કારકિર્દીમાં તમારી પોલીસે જે રીતે કામ કર્યું છે તે મેં જોયું નથી.

(3:15 PM IST)