News of Thursday, 22nd August 2024
કોલકાતામા તબીબ ઉપર બળાત્કાર અને હત્યા કેસમાં CBIનો દાવો- ડોક્ટર સાથે કોઈ ગેંગરેપ નથી થયો, મૃતકના માતા-પિતાએ પણ કર્યો મોટો ખુલાસો
આરજી કાર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય જુનિયર ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસને લગતા એક પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે, 'શું તે બળાત્કાર હતો કે ગેંગરેપ' ? સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તપાસ સ્ટેટસ રિપોર્ટમાં બળાત્કાર અને ગેંગરેપના પ્રશ્નનો પર્દાફાશ થયો

કોલકાતા તા.૨૨ ; આરજી કાર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય જુનિયર ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસને લગતા એક પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે, 'શું તે બળાત્કાર હતો કે ગેંગરેપ'. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તપાસ સ્ટેટસ રિપોર્ટમાં બળાત્કાર અને ગેંગરેપના પ્રશ્નનો પર્દાફાશ થયો છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, ડોક્ટરની હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે તેના પર ગેંગરેપ નથી થયો. તપાસમાં ખુલાસો થયો છે કે 9 ઓગસ્ટના રોજ સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સંજય રોયે પોતે પહેલા બળાત્કાર કર્યો અને પછી ડૉક્ટરની હત્યા કરી.
આરજી કાર હોસ્પિટલના વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે, 'અમે તપાસથી ખુશ નથી.' મૃતકના પરિવારનું કહેવું છે કે તેમની પુત્રીને મારવા માટે કોઈએ આરોપી સંજય રોયને મોકલ્યો હતો.તાલીમાર્થી ડોક્ટર સાથે કોઈ ગેંગરેપ થયો ન હતો, માત્ર બળાત્કારના પુરાવા મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર થયો હતો. સામૂહિક બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી. ડીએનએ રિપોર્ટમાં પણ એક વ્યક્તિની સંડોવણીની પુષ્ટિ થઈ છે. આનો અર્થ એ થયો કે આ નિર્દયતામાં એક કરતાં વધુ વ્યક્તિઓની સંડોવણીની પુષ્ટિ થઈ નથી. સીબીઆઈએ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી, જેમાં સંજય રોય જે બિલ્ડીંગમાં ડોકટરની હત્યા કરવામાં આવી હતી ત્યાં પ્રવેશતા દેખાતા હતા.
આજ તક બાંગ્લા અનુસાર, તાલીમાર્થી ડૉક્ટરની માતાએ કહ્યું કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેણીને "કેટલાક અંધકારમય રહસ્ય" વિશે જાણવા મળ્યું હતું.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
