News of Thursday, 22nd August 2024
મંકી પોકસના લક્ષણો અને સારવાર વિશે જાણો
પાટનગરની છ હોસ્પીટલોમાં મંકી પોકસની સારવાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં મંકી પોકસની સારવાર માટે છ હોસ્પીટલોમાં સુવિધા કરાઇ છે. તેમાં કેન્દ્ર સરકાર હેઠળ આવતી એમ્સ, સફદરજંગ અને આરએમએલ હોસ્પિટલ તેમજ દિલ્હી સરકારની લોકનાયક જીટીબી અને આંબેડકર હોસ્પીટલો સામેલ છે. ૪૦ બેડ અનામત રખાયા છે.
મંકીપોકસના લક્ષણો અને બચાવ નીચે મુજબ દર્શાવાય છે.
લક્ષણોઃ તાવ, માથુ દુઃખવુ, શરીર પર ચકામા, સ્નાયુમાં દુઃખાવો, ફોફકીઓ થવી, ખંજવાળ આવવી, શરીરમાં ઠેકઠેકાણે ગાંઠ થવી.
બચાવમાં શું કરવું?: વાનર કે અન્ય જાનવરના સંપર્કથી બચવું, ઘરમાં સાફસફાઇ રાખવી, લક્ષણો દેખાય તો તાત્કાલીક ડોકટરની સલાહ લેવી
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
