<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

૪૯ વર્ષની મહિલાનો દાવો ૩૮ વર્ષથી માત્ર ચા પીને જીવુ છું

પિલ્લીદેવીએ ૧૧ વર્ષની ઉંમરે છઠ્ઠા ધોરણમાં હતાં ત્‍યારથી અન્ન-જળનો ત્‍યાગ કર્યો છે

રાયપુર, તા.૨૨: છત્તીસગઢમાં કોરિયા નામનો એક જિલ્લો છે. કોરિયા જિલ્લાના બદરિયા ગામમાં ૪૯ વર્ષનાં પિલ્લીદેવી રહે છે. તેમનો દાવો છે કે તેમણે ૩૮ વર્ષ માત્ર ચા પીને જ કાઢયાં છે. વાત ટાઢા પહોરનું ગપ્‍પું જેવી લાગે, પરંતુ ત્‍યાંના ડૉક્‍ટરો પણ પિલ્લીદેવી સંપૂર્ણ સ્‍વસ્‍થ હોવાનું કહે છે. પિલ્લીદેવીએ ૧૧ વર્ષની ઉંમરે છઠ્ઠા ધોરણમાં હતાં ત્‍યારથી અન્ન-જળનો ત્‍યાગ કર્યો છે. તે સૂર્યાસ્‍ત પછી માત્ર એક વાર કાળી ચા પીએ છે. શરૂઆતમાં બિસ્‍કિટ કે બ્રેડ સાથે દૂધવાળી ચા પીતાં હતાં, પરંતુ પછી તેમણે માત્ર એક વાર કાળી ચા જ પીવાનું શરૂ કર્યું છે. પિલ્લીદેવીનું કહેવું છે કે પોતે શિવભક્‍ત હોવાને કારણે આટલાં વર્ષોથી અન્ન-જળ વિના રહી શકે છે

(4:13 PM IST)