News of Friday, 23rd August 2024
દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર: પરિવારજનોએ આરોપીના ઘરને આગ ચાંપી
આરોપીએ યુવતીને ટોફી આપવાના બહાને દુષ્કર્મ આચર્યું :દુષ્કર્મ આચર્યા બાદ મોડી સાંજે ઘર પાસે છોડી દીધી

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કારની કોશિશનો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 21 ઓગસ્ટે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. આરોપીએ બાળકીને ટોફી આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને મોડી સાંજે ઘર પાસે છોડી દીધી હતી.બાળકીએ તેના પરિવારને જણાવ્યું હતું અને પરિવારે પીસીઆરને ફોન કર્યો હતો. દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ આરોપીના ઘરને પણ આગ લગાવી દીધી હતી. હાલમાં દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં શાંતિ છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
