<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

એક દુલ્‍હને ૫ વરરાજા સાથે સુહાગરાત મનાવીઃ હવે બધા ફસાયા

બે રાજયોના પરિવાર લૂંટાઈ ગયાં: પોલીસે લગ્નના નામ પર લૂંટ અને છેતરપીંડી કરનારી ગેંગનો ભાંડાફોડ કર્યો

નવી દિલ્‍હી,તા. ૨૩: ભારતીય સમાજમાં લગ્ન કોઈ મોટા ઉત્‍સવથી કમ નથી. વર અને વધૂ પક્ષા લાંબા સમયથી તેની તૈયારી કરતા હોય છે. કન્‍યા પક્ષના લોકોએ તો તેનાથી પણ વધારે તૈયારી કરવી પડતી હોય છે. વર અને કન્‍યાના કેટલાય અરમાન અને સપના હોય છે. આ ક્ષણને યાદગાર બનાવવા માટે કેટલીય તૈયારીઓ કરતા હોય છે. આ તમામની વચ્‍ચે જો લગ્નના નામ પર લૂંટ જ એકમાત્ર ઈરાદો હોય તો પછી તબાહી અને બરબાદીને ટાળી શકાય નહીં.

તાજેતરમાં જ એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જયાં લગ્નના નામ પર બે રાજયના લોકોને ચૂનો લગાવ્‍યો છે. સાથે જ ભાવનાત્‍મક રીતે પણ તેમને તોડી નાખ્‍યા. પોલીસે લગ્નના નામ પર લૂંટ અને છેતરપીંડી કરનારી ગેંગનો ભાંડાફોડ કર્યો છે. પોલીસ પણ તેના કારનામા જોઈને ચોંકી ગઈ હતી. તો વળી પીડિત પરિવાર આઘાતમાં છે.

હકીકતમાં જોઈએ તો, કર્ણાટકની ગુબ્‍બી પોલીસે એક એવા રેકેટનો ભાંડાફોડ કર્યો છે, જે લગ્નનના નામ પર લોકોને છેતરતા હતા. ગેંગમાં સામેલ એક મહિલાએ એક અથવા બે નહીં પણ ૫ શખ્‍સ સાથે લગ્ન કરીને ચૂનો લગાવ્‍યો. પોલીસને તેના વિશે સતત ફરિયાદો મળતી હતી. હવે આ ટુકડીના સભ્‍ય પોલીસના હાથે ચડી ગયા છે. પોલીસે વરરાજાન સાથે આ ગેંગના બે સાથીઓ અને લગ્ન કરાવનારા એક દલાલની ધરપકડ કરવામાં સફળતા મળી છે. કર્ણાટક સાથે જ આ ગેંગે મહારાષ્ટ્રમાં પણ લોકોને પોતાનો શિકાર બનાવ્‍યા છે.

લગ્ન દ્વારા લોકો સાથે છેતરપીંડી કરનારી આ ગેંગના કેટલાય સભ્‍યોની ધરપકડ કરી છે. ટાઈમ્‍સ નાઉના રિપોર્ટ અનુસાર, કૃષિ નિષ્‍ણાંત પલક્ષૈયાએ ગુબ્‍બી પોલીસમાં નવેમ્‍બર ૨૦૨૩માં ફરિયાદ નોંધાવતા કોમલ અને અન્‍ય પર લગ્નના નામ પર છેતરપીંડી કરવાનો આરોપ લગાવ્‍યો હતો. પોલીસે તેમ સમયે આ ગેંગનો પીછો કર્યો હતો.

પલક્ષૈયાના દીકરા દયાનંદ અને કોમલના લગ્ન ઓક્‍ટોબર ૨૦૨૩માં થયા હતા. પલક્ષૈયાના દોસ્‍ત બસવરાજૂએ પોતાની ઓળખાણ લક્ષ્મી નામની મહિલા સાથે કરાવી હતી અને તેને મેરેજ એજન્‍ટ ગણાવ્‍યો હતો. લગ્ન નક્કી થયા બાદ કોમલે પોતાની સાથે પલક્ષૈયાના ઘરે પણ ગઈ હતી. આ અવસર પર સિદ્દપ્‍પા અને લક્ષ્મી શંભુલિંગા પણ હાજર હતા. આ બંનેએ ખુદ કોમલના મામા-મામી ગણાવ્‍યા હતા.

પલક્ષૈયાએ બ્રોકરેજ ફી તરીકે લક્ષ્મીને ૨.૫ લાખ રૂપિયા પણ આપ્‍યા હતા. સાથે જ સાડી અને ઘરેણાં ખરીદવા માટે પણ દુલ્‍હનને પૈસા આપ્‍યા હતા. આ ઉપરાંત પલક્ષૈયાએ પોતાના તરફથી મંગળસૂત્ર અને ઈયર રિંગ્‍સ પણ આપ્‍યા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ કોમલ એવું કહીને હુબલી જતી રહી હતી કે તે લગ્ન બાદ પિયર જવું જરુરી છે. ત્‍યાર બાદ તેનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો અને તેનો કોઈ અત્તો પત્તો નથી.

પલક્ષૈયાએ જમાવ્‍યું કે, તે હુબલી જઈને સિદ્દપ્‍પાના ઘરે પણ ગયા. ત્‍યાં આખો કેસ સમજાયો. પોલીસે જણાવ્‍યું કે, આ ગેંગ દ્વારા ૪ અન્‍ય લગ્ન કરવાની વાત સામે આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે, કોમલે થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મિરાજના રહેવાસી અન્‍ય એક શખ્‍સ સાથે લગ્ન કર્યા હતા. ગેંગના અન્‍ય સભ્‍યોની શોધખોળ ચાલી રહી છે.

(9:51 AM IST)