News of Friday, 23rd August 2024
રુદ્રપ્રયાગમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો નેપાળના

રુદ્રપ્રયાગ, તા.૨૩: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાંબે દિવસથી ભારે વરસાદના પગલે પહાડી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ રાત્રે ૧. ૩૦ વાગે ફાટા હેલીપેડ સામેના ખાટ્ ગડરે વિસ્તારમાં ચાર લોકો ભૂસ્ખલનના લીધે કાટમાળમાં દબાયા હોવાની માહિતી મળી હતી. તેની બાદ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ચાર લોકોમાંથી કોઇને બચાવી શકાયા ન હતા. રેસ્કયુ ટીમને ચાર લોકોના શબ મળ્યા હતા.
આ દુર્ઘટના અંગે જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરે પાસે ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે ૪ લોકો દટાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે એક રેસ્કયુ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. રેસ્કયુ ટીમને ચાર લોકોના શબ મળ્યા હતા. પોલીસે ૪ મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
નંદન સિંહ રાજવારે કહ્યું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો નેપાળના છે. જેમાં તુલ બહાદુર, પૂર્ણ નેપાળી, કિષ્ના પરિહાર અને દીપક બુરાનો સમાવેશ થાય છે. બચાવ ટીમમાં SDRF પોલીસ અને DDRFના જવાનો સામેલ હતા. બચાવ ટુકડીઓએ ખાટ ગડરે કાટમાળ નીચે ફસાયેલા ચાર નેપાળીઓના મળતદેહ બહાર કાઢયા હતા.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
