News of Friday, 23rd August 2024
GST સ્લેબ બદલવાની જરૂર નથી : ૪ સ્લેબની હાલની સિસ્ટમ બરાબર છે : મંત્રી જૂથ
હાલમાં GST હેઠળ ૫ ટેક્સ સ્લેબ છે - શૂન્ય, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા. ૨૮ ટકાના મહત્તમ દર ઉપરાંત, લક્ઝરી અને ડિમેરિટ વસ્તુઓ પર પણ સેસ વસૂલવામાં આવે છે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST ) સિસ્ટમમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલા રાજ્યોના મંત્રીઓના જૂથનો મત છે કે GST ટેક્સના ચાર સ્લેબ જાળવી રાખવા જોઈએ અને હાલમાં તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સના કન્વીનર બિહારના ડેપ્યુટી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બેઠક બાદ કહ્યું, જૂથના કેટલાક સભ્યોની માંગ છે કે GST હેઠળ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ.ઁ અને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
GST હેઠળ દરો બદલવાની પ્રક્રિયામાં પ્રગતિ અને ભાવિ પગલાં અંગે વિચારણા કરવા આજે મંત્રીઓના જૂથની નવી દિલ્હીમાં બેઠક મળી હતી. જૂથે કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલ સત્તાવાળાઓને ખાસ કરીને ઉપભોક્તા ચીજવસ્તુઓના દરોમાં ફેરફારની અસરનું વ્યાપક મૂલ્યાંકન કરવા અને ૯ સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં તેમના તારણો રજૂ કરવા સૂચન કર્યું હતું.
પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું, મેં કહ્યું છે કે GST ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ અંગે કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
કર્ણાટકના મહેસૂલ મંત્રી ક્રિષ્ના બાયરે ગૌડાએ કહ્યું, GST સિસ્ટમે મોટાભાગે સ્થિરતા હાંસલ કરી છે. આવી સ્થિતિમાં શા માટે બદલવું જોઈએ, આમ કરવાથી શું પ્રાપ્ત થશે?
હાલમાં GST હેઠળ ૫ ટેક્સ સ્લેબ છે - શૂન્ય, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા. ૨૮ ટકાના મહત્તમ દર ઉપરાંત, લક્ઝરી અને ડિમેરિટ વસ્તુઓ પર પણ સેસ વસૂલવામાં આવે છે. મંત્રીઓનું જૂથ રાજ્ય અને કેન્દ્રીય મહેસૂલ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ સમિતિ પાસેથી અભિપ્રાય લે છે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ જૂથ આ સંબંધમાં સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરી શકે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના ૨૩ જુલાઈના બજેટ ભાષણમાં આ કહ્યું તેના એક મહિના પછી નવીનતમ વિકાસ થયો છે. સીતારમણે કહ્યું હતું કે, ઁઞ્લ્વ્ના લાભો વધારવા માટે અમે ટેક્સ માળખાને વધુ સરળ અને વ્યાજબી બનાવવાનો પ્રયાસ કરીશું અને તેને અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તારવાનો પ્રયાસ કરીશું. વ્યાપાર કરવામાં સરળતા અને વિવાદો ઘટાડવા માટે હું આગામી ૬ મહિનામાં દરના માળખાની વ્યાપક સમીક્ષાની દરખાસ્ત કરું છું.
ફિટમેન્ટ કમિટીએ વર્તમાન ચાર સ્લેબ ટેક્સ માળખામાં ફેરફાર કરવા માટે મંત્રીઓના જૂથને ત્રણ વિકલ્પો સૂચવ્યા હોવાનું માનવામાં આવે છે. પહેલો વિકલ્પ ૮ ટકા, ૧૬ ટકા અને ૨૪ ટકા, બીજો વિકલ્પ ૯ ટકા, ૧૮ ટકા અને ૨૭ ટકા અને ત્રીજો વિકલ્પ ૭ ટકા, ૧૪ ટકા અને ૨૧ ટકા છે.
આ ઉપરાંત, મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પર જીએસટીના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી જે ફિટમેન્ટ સમિતિને મોકલવામાં આવી હતી. સ્વાસ્થ્ય અને જીવન વીમા પર કરના મુદ્દે કર્ણાટકના મંત્રીએ કહ્યું, અમે સમિતિ પાસેથી વધુ રિપોર્ટ માંગ્યા છે. અમને ખબર નથી કે આ એજન્ડાનો ભાગ છે કે નહીં.(
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
