News of Friday, 23rd August 2024
આગામી મહિને શરૂ થઈ શકે છે વસ્તી ગણતરી : પરિણામો માર્ચ ૨૦૨૬માં આવશે
દેશમાં ૨૦૧૧ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી : કોરોનાને કારણે વસ્તી ગણતરીમાં વિલંબ : ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, કુલ વસ્તી ૧.૨૧ અબજ અથવા ૧૨૧.૧ કરોડ હતી : વસ્તી ગણતરી પૂર્ણ થતા ૧૮ મહિનાનો સમય લાગશે : ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં લાંબા સમયથી અટકેલી વસ્તી ગણતરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રોઇટર્સે સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થશે અને તેને પૂર્ણ થવામાં લગભગ ૧૮ મહિનાનો સમય લાગશે. તમને જણાવી દઈએ કે દેશમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ કોવિડના કારણે વર્ષ ૨૦૨૧માં વસ્તી ગણતરી થઈ શકી નથી. જે હવે પૂર્ણ થશે. દેશમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં કરવામાં આવી હતી.
જો દેશમાં આવતા મહિને સપ્ટેમ્બરમાં વસ્તી ગણતરી શરૂ થાય છે, તો આ સર્વે પૂર્ણ કરવામાં લગભગ ૧૮ મહિનાનો સમય લાગશે. જેના કારણે માર્ચ ૨૦૨૬ સુધીમાં વસ્તી ગણતરીના પરિણામો આવી શકે છે. આ વખતે વસ્તી ગણતરી અલગ રીતે હાથ ધરવામાં આવશે. વાસ્તવમાં આ વખતે તે ડિજીટલ રીતે કરવામાં આવશે. દેશના નાગરિકોને પોતાની માહિતી જાતે રજીસ્ટર કરવાની તક મળશે. વસ્તી ગણતરીની પ્રક્રિયા ડિજિટલ બનવાથી તેની ચોકસાઈની અપેક્ષા નોંધપાત્ર રીતે વધશે.
આપણા દેશમાં ફરી એકવાર વસ્તી ગણતરી જરૂરી બની ગઈ છે કારણ કે ૨૦૧૧ને ૧૫ વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ સુધી સરકાર ૨૦૧૧ના ડેટા પર જ યોજનાઓ અને નીતિઓ બનાવી રહી છે. જે આજના લોકોની વસ્તી પર ઓછા અસરકારક બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૩માં સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ભારત ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો હતો. આવી સ્થિતિમાં, જો સરકાર હજુ પણ ૨૦૧૧ના વસ્તીના આંકડાઓને આધારે યોજનાઓ અને નીતિઓ બનાવે છે, તો તે ભાગ્યે જ દેશના તમામ લોકો સુધી પહોંચી શકશે.
ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, કુલ વસ્તી ૧.૨૧ અબજ અથવા ૧૨૧.૧ કરોડ હતી, જેમાંથી પુરુષો ૫૧.૫% (૬૨૩.૨ મિલિયન અથવા ૬૨.૩૨ કરોડ) અનેસ્ત્રીઓ ૪૮.૫% (૫૮૭.૭ મિલિયન અથવા ૫૮.૭૭ કરોડ) હતા. ૧૯૯.૫ મિલિયન (૧૯.૯૫ કરોડ) ની વસ્તી સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર ૧૧૨ મિલિયન (૧૧.૨ કરોડ) સાથે આવે છે. ૬૧૦,૫૭૭ (૬.૧૧ લાખ)ની વસ્તી સાથે સિક્કિમ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય હતું. બિહારમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપની વસ્તી સૌથી ઓછી હતી. કેરળમાં સૌથી વધુ લિંગ ગુણોત્તર અને સાક્ષરતા દર છે, જ્યારે હરિયાણામાં સૌથી ઓછો લિંગ ગુણોત્તર અને બિહારમાં સૌથી ઓછો સાક્ષરતા દર છે.
૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં ભારતની વસ્તી કેટલી વધી?
૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં ભારતની વસ્તીમાં ૧૮૧ મિલિયન (૧૮૧ કરોડ) થી વધુનો વધારો થયો છે, જે ૧૭.૬૪્રુ ના વિકાસ દરનું પ્રતિનિધિત્વ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં પુરુષોમાં ૧૭.૧૯% અનેસ્ત્રીઓમાં ૧૮.૧૨%નો વધારો થયો છે, ૩૧.૨્રુ વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે (૩૭૭.૧ મિલિયન અથવા ૩૭.૭૧ કરોડ), અને ૬૮.૮% ગ્રામીણ વિસ્તારોમાં રહે છે (૮૩૩.૮ મિલિયન અથવા ૮૩.૩૮ કરોડ). વધુમાં, ૪૫૩.૬ મિલિયન (૪૫૩.૬ કરોડ) લોકો, અથવા કુલ વસ્તીના ૩૭.૮%, સ્થળાંતર તરીકે વર્ગીકળત કરવામાં આવ્યા હતા.
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ધર્મ દ્વારા લોકોની સંખ્યા
હિંદુઃ દેશની કુલ વસ્તીના ૭૯.૮% (લગભગ ૯૬.૪૬ કરોડ) હિંદુ ધર્મને અનુસરે છે.
મુસ્લિમઃ મુસ્લિમ સમુદાય ભારતની કુલ વસ્તીના ૧૪.૨% (લગભગ ૧૭.૨૨ કરોડ) ધરાવે છે.
ખ્રિસ્તીઓઃ ભારતની કુલ વસ્તીના ૨.૩% (લગભગ ૨.૭૮ કરોડ) ખ્રિસ્તીઓ છે.
શીખઃ શીખ સમુદાય ભારતની કુલ વસ્તીના ૧.૭% (લગભગ ૨.૦૮ કરોડ) છે.
બૌદ્ધઃ ભારતની કુલ વસ્તીના ૦.૭% (આશરે ૮૪ લાખ) બૌદ્ધો છે.
જૈનઃ જૈન ધર્મના આસ્થાવાનો ભારતની કુલ વસ્તીના ૦.૪% (આશરે ૪૫ લાખ) છે.
અન્ય ધર્મોઃ અન્ય ધર્મોના આસ્થાવાનો ભારતની કુલ વસ્તીના ૦.૯% (આશરે ૧.૦૯ કરોડ) છે.
રાજ્યોનો વસ્તી વળદ્ધિ દરઃ
ભારતના છ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોનો વસ્તી વળદ્ધિ દર ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે ઘટયો હતો.
ઉત્તર પ્રદેશઃ ૨૫.૮૫% થી ઘટીને ૨૦.૦૯%
મહારાષ્ટ્રઃ ૨૨.૭૩% થી ઘટીને ૧૫.૯૯%
બિહારઃ ૨૮.૬૨% થી ઘટીને ૨૫.૦૭%
પશ્ચિમ બંગાળઃ ૧૭.૭૭% થી ઘટીને ૧૩.૯૩%
આંધ્રપ્રદેશઃ ૧૪.૫%ᅠથી ઘટીને ૧૧.૧૦%
મધ્યપ્રદેશઃ ૨૪.૨૬% થી ઘટીને ૨૦.૩૦%
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
