News of Friday, 23rd August 2024
અનિલ અંબાણીને લાગ્યો મોટો ફટકો: સેબીએ 5 વર્ષનો પ્રતિબંધ મુક્યો સાથે 25 કરોડની પેનલ્ટી પણ ફટકારી
આ પ્રતિબંધ પછી અનિલ અંબાણી હવે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લઈ શકશે નહીં.

મુંબઈ :દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. અનિલ અંબાણી સહિત 24 વધુ એકમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીએ આ તમામને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરી દીધા છે. પ્રતિબંધની સાથે સેબીએ 25 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ પ્રતિબંધ પછી અનિલ અંબાણી હવે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લઈ શકશે નહીં.
અનિલ અંબાણીની સાથે સેબીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર પણ 6 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને આ કંપની પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
