<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાશેઃ તૈયારીઓ શરૂ

કેન્દ્રશાસીત પ્રદેશમાં ૧૮ સપ્ટેમ્બરથી ત્રણ તબક્કે મતદાન બુથની સંવેદનશીલતાના આધારે વ્યાપક સુરક્ષા ચક્રઃસોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપ્ર પણ ચાંપતી નજર રખાશે

(સુરેશ ડુગ્ગર દ્વારા)જમ્મુ,તા. ૨૩: એક દાયકા બાદ જમ્મુ કાશ્મીરમાં યોજાના વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો હોવાથી પડકાર બની રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તેનાથી કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી થઈ ગઈ છે.જે ૧૮ સપ્ટેમ્બર થી શરૂ થઈને ત્રણ તબક્કામાં યોજાવાની છે. ચૂંટણીમાં સંભવતૅં કેન્દ્ર શાસિત પ્રદેશ આખામાં અલગ અલગ બટાલીયાનોથી વધુ સંખ્યામાં પોલીસ એકમોની તૈનાતી સામેલ થશે.

આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા સુનિશ્યિત કરવા અને વ્યવસ્થા બનાવી રાખવા માટે સીએપીએફને મુખ્ય ક્ષેત્રોમાં ઉતારવામાં આવશે. આધારભૂત સૂત્રો મુજબ ચૂંટણીના સમય દરમિયાન વ્યવસ્થા બનાવી રાખવા માટે જયાં પણ જરૂરી હશે ત્યાં વધારાની બટાલીયન તૈનાત કરાશે તેમની ડ્યુટીમાં સફાઈ અભિયાન ચલાવવું અને આતંકવાદી ગતિવિધિઓથી કોઈપણ સંભવિત ખતરાને રોકવાના પ્રયાસમાં આતંકવાદ વિરોધી ગ્રીડને મજબૂત કરવાનું સામેલ હશે ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાથી જમ્મુ ક્ષેત્રમાં થઈ રહ્યા હુમલાને કારણે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

તૈયારી અંગે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવેલ કે, ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ અમે એક સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્ધ છીએ. નામ ન જણાવવાની શરતે અધિકારીએ જણાવેલ કે, આ વર્ષની શરૂઆતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ વ્યવસ્થાઓ ઉપરાંત સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવશે. ઉમેદવારોની સુરક્ષા, ચૂંટણી પ્રચાર તથા મતદાન પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે પૂરતી સંખ્યામાં કર્મીઓની તૈનાતીની આશા છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો અને મતદાતાઓ બંનેની સુરક્ષા ઉપર જો દેતા સુરક્ષા વ્યવસ્થાને સાવધાની પૂર્વક તૈયાર કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અધિકારી જિલ્લા સુરક્ષા અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી તે સુનિશ્યિત થઈ શકે કે સુરક્ષા તંત્ર મજબૂત હોય અને પ્રત્યેક વિસ્તારની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ પણ હોય. મતદાન કેન્દ્રોની સંવેદનશીલતાના આધાર ઉપર તેને મજબૂત કરવા માટે એક વ્યાપક સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સંભવિત આપાત સ્થિતિઓથી નીપટવા માટે એસ ઓ પી લાગુ કરાશે અને વિઘટનકારી વ્યવહાર ના ઇતિહાસવાળા વ્યકિતઓ ઉપર નજર રાખવા માટે પ્રયત્નો વધારાશે.

અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં બાધા નાખવા માટે થઈ શકે છે. રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા હિંસા કે અન્ય ગતિવિધિઓને ભડકાવવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે સતત પહેરો અને ત્વરિત કાર્યવાહી રણનીતિનો ભાગ હશે. સમગ્ર યોજનાના ભાગરૂપે સંચાર અને રિપોર્ટિંગ ચેનલો ને વધારવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પીસીઆર ને મજબૂત કરાશે. સૂત્રો મુજબ લોકતાંત્રિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા માટે કોઈપણ પ્રયાસ ને નિષ્ફળ કરવા માટે કડક સુરક્ષા બનાવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

(2:29 PM IST)