News of Friday, 23rd August 2024
ગોરખપુરમાં પોલીસ પરીક્ષામાં ગેરરીતિ? મહિલા કોન્સ્ટેબલના ફોનમાંથી ૫ એડમિટ કાર્ડ મળ્યા
યુપીમાં ૬૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી માટેની પરીક્ષાઓ આજથી શરૃઃ મહિલા કોન્સ્ટેબલની અટકાયત

લખનૌ,તા. ૨૩: ઉત્ત્।ર પ્રદેશમાં ૬૦,૨૪૪ જગ્યાઓ માટે આજથી યુપી પોલીસ ભરતીની પુનઃ પરીક્ષા શરૂ થઈ છે. આ પહેલા ગોરખપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી પાંચ ઉમેદવારોના એડમિટ કાર્ડ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એવી માહિતી છે કે ગોરખપુરમાં પોલીસ ભરતી પરીક્ષામાં ગેરરીતિની શંકામાં STFએ શ્રાવસ્તી જિલ્લામાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલ સહિત ૪ લોકોની અટકાયત કરી છે. કહેવાય છે કે કોન્સ્ટેબલના મોબાઈલમાં ૫ એડમિટ કાર્ડ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. જો કે અધિકારી અને એસટીએફ દ્વારા હજુ સુધી કોઈ સત્ત્।ાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કોન્સ્ટેબલ બાંસગાંવ શહેરનો રહેવાસી છે.
મળતી માહિતી મુજબ, પોલીસે પિંકી સોનકર અને દેવ પ્રતાપ સિંહની ગોરખપુરના બાંસગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
