<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

જીવન - સ્વાસ્થ્ય વીમા પર ૫% GSTનોઙ્ગવિચાર કરી રહી છે ફિટમેન્ટ કમિટી

જીએસટીને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓની બેઠક યોજાઈ : જીએસટી સ્લેબ અને હાલના દરોમાં બદલાવ કરવાનાઙ્ગપક્ષમાં એક પણ રાજય નહીં

નવી દિલ્હી તા. ૨૩ : GST દરોને તર્કસંગત બનાવવા અંગે મંત્રીઓના જૂથની બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST દર ઘટાડવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. પશ્યિમ બંગાળ, જે મંત્રીઓના જૂથના સભ્ય છે, તેણે પ્રસ્તાવ મૂકયો કે બંને પ્રકારના વીમા પર હજુ પણ ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, જે તાર્કિક નથી. તેથી GSTને ઓછો કરવો જરૂરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અન્ય સભ્યોએ પણ જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

 આ અંગે સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે ફિટમેન્ટ કમિટી આ મુદ્દે અલગથી વિચારણા કરી રહી છે. તે જ સમયે, ઘણા સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. તેના પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. તેથી વધારાનો ડેટા માંગવામાં આવ્યો છે, જેથી આગામી મીટીંગમાં તેની વિગતવાર ચર્ચા થઈ શકે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનોના જૂથના સંયોજક, સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ સભ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો, કોઈપણ સભ્ય વર્તમાન GST દરો અને સ્લેબમાં કોઈ ફેરફાર કરવાની તરફેણમાં નથી. ઇન્સ્યોરન્સ સેકટર, રેસ્ટોરન્ટ, બેવરેજ અને ઓનલાઈન ગેમિંગ સહિત અન્ય એસોસિએશનો તરફથી રજૂઆતો આવી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. મંત્રીઓના જૂથ સાથે પણ વધુ બેઠકો યોજવામાં આવશે, જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, નાના-મધ્યમ શહેરોમાં વીમા પોલિસીઓનાઙ્ગવેચાણ માં વધારો જોવા મળ્યો છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વીમા પોલિસીનોઙ્ગવધારો સામાન્ય જોવા મળ્યો છે.

યુનિટ લિકડઙ્ગઇન્સ્યોરન્સ પ્લાનનીઙ્ગમાંગ કરવામાં આવી છે. શેર બજારમાંઙ્ગતેજીના કારણેઙ્ગયુલિપનીઙ્ગમાંગ વધી છે. યુલીપમાંઙ્ગટર્મ ઇન્સ્યોરન્સનીઙ્ગસાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનોઙ્ગલાભ એકસાથેઙ્ગમળે છે. સાથે જ વાર્ષિક તેની મેચ્યોરિટી રકમ સંપૂર્ણ રીતે ટેકસફ્રીઙ્ગછે. જેનાઙ્ગલીધે રોકાણકારો યુલિપ કરાવી રહ્યા છે.ઙ્ગ

બિહારનાઙ્ગઉપમુખ્યમંત્રી અને મંત્રી સમૂહના સંયોજક સમ્રાટ ચૌધરીનેઙ્ગકહ્યું કે બેઠકમાં દરેક સભ્યો સામેલ થયા છે. કોઈ પણઙ્ગસભ્ય આ વાતના પક્ષમાં નહોતું કે હાલમાં જીએસટી દરોઙ્ગઅને સ્લેબમાં કોઈ પરિવર્તન કરવામાં આવે. વીમા ક્ષેત્ર,રેસ્ટોરન્ટ,બેવરેજ અને ઓનલાઇન ગેમિંગ સહિત અન્ય એસોસિએશન તરફથી કોઈ અરજી આવેલીઙ્ગછે. જેનાઙ્ગપર સમીક્ષા કરવામાં આવી રહી છે. હજુઙ્ગકોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

(2:31 PM IST)