News of Friday, 23rd August 2024
પતિએ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાથી રોકી, પત્નિએ કર્યો ક્રૂરતાનો કેસ : જજ પણ ચોંકી ગયા
કર્ણાટક હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે : અહીં એક પત્નિએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તેણે તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવા દીધી ન હતી

બેંગલુરુ, તા.૨૩: કર્ણાટક હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તેણે તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવા દીધી ન હતી. કર્ણાટક હાઈકોર્ટે કલમ ૪૯૮A (ક્રૂરતા) હેઠળ તે વ્યક્તિ સામેના કેસમાં રાહત આપી છે. હાઈકોર્ટમાં જજ સમક્ષ પોતાની દલીલો રજૂ કરતી વખતે વ્યક્તિએ કહ્યું કે પત્નીએ તેની સામે ક્રૂરતાનો કેસ કર્યો છે કારણ કે મેં તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવાથી રોકી હતી. હાઈકોર્ટની બેન્ચ, જસ્ટિસ એમ નાગ-સન્નાએ કહ્યું કે પત્ની દ્વારા પતિ પર લગાવવામાં આવેલા આરોપો વ્યર્થ છે અને આવા આરોપોના આધારે તપાસ ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે.
હાઈકોર્ટે આ મામલામાં પુરૂષ સામે ચાલી રહેલી તપાસ પર રોક લગાવતા કહ્યું હતું કે,પતિ વિરુદ્ધ કોઈપણ પ્રકારની તપાસ ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે અને પત્નીના વ્યર્થ આરોપોને જન્મ આપશે. તેથી, પતિ સામે ચાલી રહેલી તપાસ વચગાળાના આદેશ દ્વારા આગળની તમામ તપાસ પર રોક લગાવવામાં આવી છે. પત્નીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેના પતિએ બાળકના જન્મ પછી તરત જ તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ભાત અને માંસ ખાવાની મનાઈ કરી હતી. બીજી તરફ, પતિએ દલીલ કરી હતી કે બાળકના જન્મ પહેલા છ વર્ષ અમેરિકામાં રોકાણ દરમિયાન પત્નીએ તેને ઘરના તમામ કામો કરવા મજબૂર કર્યા હતા. પતિએ કહ્યું, જેટલો સમય તેણે ફોન પર વિતાવ્યો ન હતો, તે પાકિસ્તાની ડ્રામા જોવામાં વિતાવતો હતો.
સુનાવણી દરમિયાન, કોર્ટે વ્યક્તિને તેના કામના સંબંધમાં અમેરિકા જવાની મંજૂરી પણ આપી, પરંતુ શરત રાખી કે તે તપાસમાં સહયોગ કરશે અને ગાયબ નહીં થાય. કોર્ટે કહ્યું કે આવા મામૂલી મામલામાં તપાસ આગળ વધારવી યોગ્ય નથી અને આ મામલામાં આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.(૨૩.૧૫)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
