News of Friday, 23rd August 2024
ભારતમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીઃ ઇસરોએ ચંદ્રની તસવીરો શેર કરી
ચંદ્રયાન-૩ ના મુન લેન્ડીંગને એક વર્ષ પૂર્ણ ગત વર્ષે સરકારે ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે જાહેર કરેલ

નવી દિલ્હીઃ તા.૨૩: દેશ આજે રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ ઉજવી રહ્યો છે. ચંદ્રયાન-૩ ના મુન લેન્ડીંગ ૧ વર્ષ થઇ ગયું છે. જેના એક દિવસ પહેલા ઇસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રાંવરના વધુ એક કમાલ દેખાડયો છે. ઇસરોએ બંન્નેની મદદથી લેવામાં આવેલ ચંદ્રની તસવીરો શેર કરી છે.
ઇસરોમાં ચંદ્રયાન ૩ ની લેન્ડીંગ વર્ષગાંઠના આગલા દિવસે તસવીરો શેર કરતા લખ્યુ કે, ચંદ્રયાન ૩ ની લેન્ડીંગ એનીર્વસરી ઉપર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા લેવાયેલ કેટલીક તસવીરો શેર કરી રહ્યા છીએ. ચંદ્રયાન-૩ ના ગત વર્ષે સોફટ લેન્ડીંગની યાદમાં સરકાર દ્વારા ૨૩ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.આ જગ્યાને શિવ શકતી પોઇન્ટ કહેવામાં આવે છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
