<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પુણેની ૧૩ વર્ષની કિશોરી પર રેપ કરવા બદલ બે સગીરની ધરપકડ

પોલીસના જણાવ્‍યા મુજબ પીડિત કિશોરી અને ચાર સગીર કિશોર આરોપી ફ્રેન્‍ડ્‍સ છે

પૂણે, તા.૨૩: મહારાષ્‍ટ્રમાં મહિલાઓ પર અત્‍યાચાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્‍યારે પુણેમાં ૧૩ વર્ષની સગીર કિશોરી પર બળાત્‍કાર કરવાના આરોપસર ૧૬ અને ૧૭ વર્ષના કિશોરોની ધરપકડ કરવામાં આવી હોવાનું ગઈ કાલે જાણવા મળ્‍યું હતું. પોલીસે વધુ બે આરોપીઓ સામે પણ આ મામલામાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્‍યા મુજબ પીડિત કિશોરી અને ચાર સગીર કિશોર આરોપી ફ્રેન્‍ડ્‍સ છે. કિશોરીના પિતાની ફરિયાદના આધારે ચાર સગીર સામે બળાત્‍કારનો કેસ નોંધીને બે કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પીડિત કિશોરીને દારૂનો નશો કરાવીને તેની સાથેના શારીરિક સંબંધનો વિડિયો બનાવતા હોવાનું પીડિતાએ ફરિયાદમાં નોંધ્‍યું છે.

(3:35 PM IST)