News of Friday, 23rd August 2024
નેપાળ : યુપીના પ્રવાસીઓની બસ નદીમાં ખાબકી : ૧૫ના મોત
૧૬ને બચાવી લેવાયા : ૨૫ લાપતા : રેસ્કયુ ઓપરેશન ચાલુ

નવી દિલ્હી તા. ૨૩ : યુપીના ગોરખપુરથી નેપાળ પ્રવાસીઓને લઈ જતી એક ભારતીય બસ પોખરા અને કાઠમંડુની વચ્ચે તન્હુ જિલ્લાના અબુખૈરેની ખાતે માર્ત્યાંગડી નદીમાં પડી હતી. બસમાં કુલ ૪૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં ૧૫ મૃતદેહો મળી આવ્યા છે જયારે બાકીના લાપતા છે. તેમજ ૧૬ ને બચાવી લેવાયા છે. તમામ મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હતા. આ બસ ગોરખપુરની કેસરવાણી ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે. બસ ડ્રાઇવર મુર્તઝા ગોરખપુરનો રહેવાસી હતો, તેનું પણ અકસ્માતમાં મોત થયું હતું.
તાન્હુના એસપી બિરેન્દ્ર શાહીએ જણાવ્યું કે બસ અંબુખૈરેની ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર ૨માં સ્થિત આઈન પહારાથી મર્સ્યાંગદી નદીમાં પડી હતી. અબુ ખૈરીનીમાં સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે. પોખરાથી કાઠમંડુ જતી બસનો નંબર UP 53 FT 7633 જણાવવામાં આવ્યું છે.
માહિતી સામે આવી રહી છે કે બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત ૪૩ લોકો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસ રાહત અને બચાવ માટે પહોંચી ગઈ છે. નેપાળ પોલીસે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીની માહિતી મુજબ બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો મહારાષ્ટ્રના છે. ૨૫ જેટલા મુસાફરો હજુ પણ લાપતા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ચારૂ નામના વ્યક્તિએ ગોરખપુર શહેરમાં બબીના હોટલની બાજુમાં સ્થિત કેશરવાણી ટ્રાવેલ્સથી બસ બુક કરાવી હતી. મહારાષ્ટ્રના તમામ મુસાફરો અલ્હાબાદથી બસમાં ચઢ્યા હતા. તમામ મુસાફરો પહેલા ચિત્રકૂટ ગયા અને ત્યાંથી ગોરખપુર થઈને નેપાળ ગયા. કુલ ત્રણ બસ બુક કરવામાં આવી હતી. પ્રવાસી જૂથમાં કુલ ૧૧૦ લોકો હતા. જે બસમાં અકસ્માત થયો તે ૪૫ સીટર બસ છે. તેમાં ૪૨ મુસાફરો હતા
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
