<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

આ વખતમની વિધાનસભા ચુંટણીમાં વોટશેર જાળવી રાખવાનો કોંગ્રેસ અને નેશનલ કોન્‍ફરન્‍સ માટે પડકાર

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુઃ જેમ જેમ ચુંટણીઓ નજીક આવી રહી છે, એ જોવાનું રહે છે કે શું નેશનલ કોન્‍ફરન્‍સ અને કોંગ્રેસ પોતાનો વોટશેર વધારવાનું ચાલુ રાખશે કે કેમ?

જમ્‍મુ કાશ્‍મીર બહુ પ્રતિક્ષિત વિધાનસભા ચુંટણીની તૈયારીઓ કરી રહયું છે, જે ૨૦૧૯માં આ વિસ્‍તાર કેન્‍દ્રશાસિત પ્રદેશ બન્‍યા પછી અને એક દાયકામાં પહેલી ચુંટણી છે. ૯૦ બેઠકોની ચુંટણી ત્રણ તબક્કામાં થશે. ૧૮ સપ્‍ટેમ્‍બર, ૨૫ સપ્‍ટેમ્‍બર અને ૧ ઓકટોબર, મતગણત્રી ૪ ઓકટોબરે થશે.

બધા રાજકીય પક્ષોએ પોતાનું પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે અને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. રાજકીય પંડિતો અનુસાર, ભાજપના ગઠબંધન બનાવવાની શકયતા નથી, એ જોવુ રસપ્રદ બનશે કે પક્ષ તાજેતરની લોકસભા ચુંટણી પોતાના ઘટેલા વોટશેરને ફેરવી શકે છે કે નહીં.

ઇન્‍ડીયા ગઠબંધનના હિસ્‍સા એવા નેશનલ કોન્‍ફરન્‍સ અને કોંગ્રેસને લોકસભા ચુંટણીમાં પડેલા મતના ૪૧.૬ ટકા મતો મળ્‍યા હતા. તેનાથી ઉલ્‍ટું ભાજપા, પોતાના પક્ષ અને ઇન્‍ડીયા ગઠબંધનનો વિરોધ કરનાર પીપલ્‍સ કોન્‍ફરન્‍સ(પીસી)ને ૩૧.૭ ટકા વોટશેર મળ્‍યો હતો.

૨૦૧૪માં ભાજપનાએ ૩૨.૬ ટકા વોટશેર સાથે જમ્‍મુમાં બે બેઠકો મળી હતી જયારે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં જમ્‍મુ કાશ્‍મીરમાં ૪૯.૩ ટકા મતદાન થયું હતું અને ભાજપાએ ૪૬.૭ ટકા વોટશેર સાથે જમ્‍મુમાં પોતાની બે અને લદાખમાં એક બેઠક જાળવી રાખી હતી.

(3:48 PM IST)