<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

આસામમાં 14 વર્ષીય બાળકી સાથે ગેંગરેપ પર આક્રોશ ભભૂક્યો : હજારો લોકો રસ્તા પર ઉતર્યા

14 વર્ષની બાળકી ટ્યુશનમાંથી પરત ફરતી વખતે રસ્તામાં ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો: વિદ્યાર્થી સંઘે વિસ્તારમાં બંધનું એલાન આપ્યું

આસામના નાગાંવ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સગીર ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થી સંઘે બંધનું એલાન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના આસામના નાગાંવ જિલ્લામાં ગુરુવારે સાંજે બની હતી જ્યારે છોકરી ટ્યુશનથી પરત ફરી રહી હતી. અહીં એક 14 વર્ષની બાળકી ટ્યુશનમાંથી બહાર આવી હતી, ત્યારે રસ્તામાં ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.

જ્યારે સ્થાનિક લોકોએ બાળકીને જોઈ તો તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીને સારવાર માટે નાગાંવની ધિંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આ ઘટના બાદ ભારે વિરોધ શરૂ થયો હતો. વિદ્યાર્થી સંઘે વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્યની શોધખોળ ચાલી રહી છે.

(8:00 PM IST)