<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

બ્રિજભૂષણ શરણ સિંહ યૌન શોષણ કેસમાં એક કુસ્તીબાજનું નિવેદન નોંધાયું

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે કેમેરામાં આ નિવેદનો રેકોર્ડ કર્યા

નવી દિલ્હી : ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન શોષણના કેસમાં ફરિયાદ કરનાર મહિલા કુસ્તીબાજમાંથી એકે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે કેમેરામાં આ નિવેદનો રેકોર્ડ કર્યા છે.

     કોર્ટની કાર્યવાહી પૂર્ણ થવાના કારણે આજે ફરિયાદીની જુબાની પૂર્ણ થઈ શકી નથી, કોર્ટ 10, 12 અને 13 સપ્ટેમ્બરે પીડિતાનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુ રાખશે. આ કેસની વધુ સુનાવણી હવે 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

(9:02 PM IST)