<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગે IPS મોહન લાલ કૈથના સ્વૈચ્છીક નિવૃતિને મંજૂરી આપી

મોહન કૈથ જમ્મુ જિલ્લાના મધ્ય વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી શકે

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગે જમ્મુ અને કાશ્મીર સિવિલ સર્વિસીસ રેગ્યુલેશન વોલ્યુમ-1 ની કલમ 230 હેઠળ 31 ઓગસ્ટ, 2024 થી IPS મોહન લાલ કૈથની સ્વૈચ્છિક નિવૃત્તિને મંજૂરી આપી છે. મોહન કૈથ જમ્મુ જિલ્લાના મધ્ય વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી શકે છે. મધ્ય બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. માનવામાં આવે છે કે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આથી તેણે નોકરીમાંથી બીઆરએસ લીધું છે. ભાજપના સંભવિત ઉમેદવારોમાં તેમનું નામ સામેલ છે.

(9:10 PM IST)