<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પીએમ મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી હુમલો નહીં કરીએ:રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત

પુતિને કહ્યું કે જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી ત્યાં કોઈ હુમલો નહીં કરવામાં આવે.

યુક્રેનની મુલાકાતે પહોંચેલા પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા. આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને નેતાઓ હાથ મિલાવ્યા બાદ એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી ત્યાં કોઈ હુમલો નહીં કરવામાં આવે. રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે માનવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં પીએમ મોદીની મુલાકાત ઘણી મહત્વની હોઈ શકે છે. પોલેન્ડથી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ હયાત હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર ચર્ચા થવાની આશા છે. બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની બેઠકમાં ચાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં માનવતાના ધોરણે મદદ પૂરી પાડવી, ખોરાક અને કૃષિ, તબીબી અને દવાઓ અને સાંસ્કૃતિક સહકાર વગેરેને લઈને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન કિવમાં લગભગ સાત કલાક વિતાવશે. ઝેલેન્સકી સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ કિવના ઓએસિસ ઓફ પીસ પાર્કમાં સ્થિત સત્ય અને અહિંસાના પ્રતિક મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં લગાવવામાં આવેલ મર્મન પ્રદર્શન જોઈને PM મોદી ભાવુક થઈ ગયા. તેમણે આ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેમની યાદમાં માર્યા ગયેલા બાળકોના સન્માનમાં એક રમકડું રાખ્યું.

(9:57 PM IST)