News of Saturday, 24th August 2024
સોના-ચાંદીની નિકાસ પર સરકારને થઈ રહ્યું છે કરોડોનું નુકસાન?
સરકારે સોના-ચાંદીની નિકાસ પર ડયુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી કરવું જોઈએ

નવી દિલ્હી,તા.૨૪: સરકારે બજેટમાં સોના અને ચાંદી પર ડ્યુટીમાં કાપનું એલાન કર્યું હતું, પરંતુ ડ્યુટી ડ્રો-બેકને લઈને કંઈ થતું નથી દેખાતું. નવા નોટિફિકેશન જારી નહીં કરવાથી નિકાસ પર વધુ રિફંડ મળી રહ્યું છે, જયારે ડ્યુટીમાં કાપ કરી દેવામાં આવ્યો છે. જેથી સરકારને રૂ. ૩૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે, જેથી સરકારે સોના-ચાંદીની નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી કરવું જોઈએ. એમ ઇન્ડિયા બુલિયન એસોસિયેશન (IBJA)નું કહેવું છે.
બજેટ આવ્યે આશરે એક મહિનો થઈ ચૂક્યો છે, જેમાં સોના અને ચાંદી પર ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને છ ટકા કરી દેવામાં આવી છે, પણ હજી સુધી નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી નથી કરવામાં આવ્યું. સોના પર આશરે ૫.૯૦ ટકા પ્રતિ કિલો ડ્યુટી ઓછી થઈ છે, જયારે ચાંદી પર રૂ. ૭૬૦૦ની ડ્યુટી ઓછી થઈ છે. સરકારે ડ્યુટી ડ્રો-બેકના ૨૦૨૩ની નોટિફિકેશનમાં કોઈ ફેરફાર નથી કર્યો અને સરકારે નવું નોટિફિકેશન લાવવું જોઈએ, એમ IBJAના સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
તેમનું કહેવું છે કે હાલમાં એક કિલો સોનાની નિકાસ પર રૂ. ૭.૦૪ લાખની ડ્યુટી ડ્રો-બેક છે, જયારે ચાંદીની નિકાસ પર રૂ. ૮૯૪૯ની ડ્યુટી ડ્રો-બેક છે. હજી સોના પર રૂ. ૩.૯૦ લાખની ડ્યુટી લાગે છે, જયારે ચાંદી પર પ્રતિ કિલો રૂ. ૫૧૦૦ ડ્યુટી લાગે છે.
મહેતાનું કહેવું છે કે સરકારે તરત ડ્યુટી ડ્રો-બેક પર નવું નોટિફિકેશન લાવવું જોઈએ. જો તમે રૂ. ચાર લાખની ડ્યુટી આપી રહ્યા છે અને રૂ. સાત લાખની ડેયુટી ડ્રો-બેકનું રિફન્ડ કેવી રીતે આપી શકો છો, એમ તેમણે કહ્યું હતું.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
