<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

પુણેનો અમીર પરિવાર ૨૫ કિલો સોનું પહેરીને મંદિરમાં દર્શન કરવા આવ્‍યોઃ ગળામાં પહેર્યા છે ભારે દોરા

તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાંથી અનોખા અંદાજમાં જોવા મળ્‍યા હતા

પૂણે,તા. ૨૪: સોનું ભારતીય સંસ્‍કૃતિનું એક મહત્‍વપૂર્ણ ભાગ છે અને આજકાલ તો લોકો તેને બતાવવા માટે નવી નવી રીત શોધી કાઢતા હોય છે. પુણેમાં સોના પ્રેમીઓએ હાલમાં જ તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાંથી અનોખા અંદાજમાં જોવા મળ્‍યા હતા.

આ પરિવારની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્‍યો છે, જયાં આ પરિવાર ૨૫ કિલો સોનાના ઘરેણા પહેરીને આ પવિત્ર સ્‍થળની મુલાકાતે પહોંચ્‍યા હતાં.

૨૨ ઓગસ્‍ટના રોજ પુણેનો એક પરિવાર તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાતે પોતાની સાથે ૨૫ કિલોગ્રામ સોનાના ઘરેણાં પહેરીને આવ્‍યા હતા.

અહીં જોઈ શકાય છે કે, બે પુરુષ અને એક મહિલા અને એક બાળક ચમકતા સોનાના ચેન પહેરીને મંદિરની બહાર ઊભા છે. પુરુષોના ગળામાં મોટી મોટી ચેન છે અને તેમણે બ્રાન્‍ડેડ સનગ્‍લાસિસ પણ પહેરી રાખ્‍યા છે.

જો કે, આ સંપન્ન પરિવારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્‍યું નથી. તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિર આખા વર્ષ દરમ્‍યાન ભક્‍તો દ્વારા સોનાનો ચડાવો સ્‍વીકાર કરવામાં આવે છે. આ પવિત્ર સ્‍થળ પર સોના અને અન્‍ય કિમતી વસ્‍તુઓની ભેંટ આપવાની એક પરંપરા રહી છે.

જે શ્રદ્ધા અને સન્‍માનનું પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. સોનું ભારતીય ધાર્મિક પરંપરાઓમાંથી એક વિશેષ સ્‍થાન ધરાવે છે અને આવી રીતે ભવ્‍ય પ્રદર્શન તેને વધારે મહત્‍વપૂર્ણ બનાવે છે.

(9:50 AM IST)