News of Saturday, 24th August 2024
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં પહેલા લિવ ઇનમાં રહે છે કપલ પછી પરિવારજનો કરાવે છે લગ્ન!
ભારતની સૌથી અનોખી જગ્યા, પહેલા યુવક અને યુવતી એકબીજા સાથે રહી સમજવાનો પ્રયાસ કરે છે અને સાથે કેટલોક સમય પસાર કરે છે

બસ્તર,તા. ૨૪: ભારતમાં વિવિધતાઓ એટલી છે કે તેની ગણતરી થઈ શકે નહીં. લોકો ન માત્ર પોતાના સમાજ વિશે જાણે છે પરંતુ બીજા સમાજો વિશે સાંભળે પણ છે. દેશમાં એક વિસ્તાર એવો છે જયાં લગ્ન પહેલા સાથે રહેવાનું પસંદ કરવામાં આવે છે અને પછી લગ્ન થાય છે. સામાન્ય રીતે આ વિસ્તાર આદિવાસી સમુદાયનો છે. અહીં લોકો પોતાના જૂના રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરે છે. તેના માટે લગ્ન પહેલા સાથે રહેવું સામાન્ય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં રહેતા મુરિયા અથવા મુડિયા જનજાતિમાં ઘણી જૂની પરંપરા છે. આ પરંપરા મુજબ છોકરો અને છોકરી લગ્ન પહેલા એકબીજાને ઓળખવા માટે સાથે રહે છે. તેમનો પરિવાર અને સમાજ તેમને આ સંબંધમાં મદદ કરે છે. તેમના માટે એક અલગ ઘર પણ બનાવવામાં આવ્યું છે જેને ઘોટુલ કહેવામાં આવે છે.
થોડા દિવસ સુધી યુવક અને યુવતી ઘોટુલમાં સાથે રહે છે. ઘોટુલ એક મોટું આંગણવાળું ઘર હોય છે, જેને વાંસ અને માટ્ટીથી બનાવવામાં આવે છે. છત્તીસગઢના બસ્તર અને આસપાસના વિસ્તારમાં રહેતી મુરિયા કે માડિયા જનજાતિના લોકો આ પરંપરાને માને છે. આ દરમિયાન યુવક અને યુવતી એકબીજાને જાણે છે અને સમજવાનો પ્રયાસ કરે છે.
થોડો સમય સાથે રહ્યા પછી છોકરો અને છોકરી એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરે છે. ઘોટુલમાં રહેતા છોકરાઓને ચેલિક અને છોકરીઓને મોતીઆરી કહેવામાં આવે છે. આ જનજાતિમાં આ પરંપરા હજુ પણ ચાલુ છે અને લોકો એકબીજાને તેનું પાલન કરવા પ્રોત્સાહિત કરે છે.
ઘોટુલમાં કેટલોક સમય પગાર કર્યા બાદ, ચેલિક અને મોટિયારી એકબીજાને જીવનસાથીના રૂપમાં પસંદ કરે છે અને તેના પરિવારજનો તેનો સહયોગ કરે છે. પરંતુ હવે આ ચલણ બધી જગ્યાએ થઈ ગયું છે અને પાર્ટનર બનતા પહેલા કપલ એકબીજાને સારી રીતે સમજીને લગ્ન કરે છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
