News of Saturday, 24th August 2024
અફઘાનમાં તાલિબાનનો નવો ફતવો : મહિલાઓએ જાહેરમાં બોલવું નહિ : ચહેરો પણ બતાવવો નહિ
ભંગ કરનારની ચામડી ઉતડી નાખવા ધમકી

કાબુલ, તા.૨૪: જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી છે, ત્યારથી મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતા પર સૌથી વધુ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આવા કાયદા બનાવવામાં આવ્યા છે જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. તાલિબાને મહિલાઓને બોલવા પર પણ પ્રતિબંધ મૂકયો છે.
તાલિબાને સત્તામાં આવતાની સાથે જ મહિલા વિરોધી વલણ બતાવવાનું શરૂ કરી દીધું હતું, હવે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તાના ૩ વર્ષ પૂરા થવાના છે ત્યારે તેણે મહિલાઓ પર વધુ ખતરનાક કાયદાઓ લાદી દીધા છે. નવા કાયદા હેઠળ, મહિલાઓ હવે જાહેર સ્થળોએ વાત કરી શકશે નહીં કે પોતાનો ચહેરો બતાવી શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદો નૈતિકતાને પ્રોત્સાહન આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. સુ-ીમ લીડર અખુંદજદ દ્વારા તેને મંજૂરી મળ્યા બાદ બુધવારે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ૧૧૪ પાનાના દસ્તાવેજમાં, ખરાબ અને સારા ગુણોના નિયમો ૩૫ ફકરાઓમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ વખત ઔપચારિક રીતે નિયમો જારી કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા મૌલવી અબ્દુલ ગફાર ફારુકે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે તમને ખાતરી આપીએ છીએ કે આ ઇસ્લામિક કાયદો સદ્ગુણોને પ્રોત્સાહન આપવા અને દુષ્ટતાને દૂર કરવામાં ઘણી મદદ કરશે.
બુધવારે જારી કરાયેલા આ નિયમોમાં મહિલાઓની હિલચાલ, સંગીત અને પુરૂષો સાથે વાતચીતને લઈને કડકતા લાદવામાં આવી છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દજાદાની મંજૂરી બાદ આ નિયમો જારી કરવામાં આવ્યા છે. નવા નિયમોમાં મહિલાઓએ બહાર જતી વખતે પોતાને સંપૂર્ણપણે ઢાંકવું જરૂરી બનાવ્યું છે. આ સાથે મહિલાઓને બ્રાઈટ કલરના કપડા પહેરવા અંગે પણ કડક ગાઈડલાઈન આપવામાં આવી છે.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ જાહેરમાં મહિલાઓના અવાજને રોકવા માટે કડક નવા કાયદા લાદ્યા છે. કલમ ૧૩ જણાવે છે કે મહિલાઓએ જાહેરમાં તેમના શરીરને સંપૂર્ણપણે ઢાંકવું જોઈએ અને ‘લાલચ'થી બચવા માટે ચહેરો ઢાંકવાની ખાતરી કરવી જોઈએ. તેમના કપડાં પાતળા, ચુસ્ત કે ટૂંકા ન હોવા જોઈએ. વધુમાં, કાયદાઓ જાહેર સ્થળોએસ્ત્રીના અવાજને સાંભળવા માટે ખૂબ જ ઘનિષ્ઠ માને છે, અસરકારક રીતેસ્ત્રીઓને ગાવા, વર્ણન કરવા અથવા મોટેથી વાંચવા પર પ્રતિબંધ મૂકે છે.
૨૦૨૧માં જ્યારથી તાલિબાન સરકાર સત્તામાં આવી છે ત્યારથી અફઘાનિસ્તાનની મહિલાઓની ખરાબ સ્થિતિ શરૂ થઈ ગઈ છે. જ્યારે તાલિબાને સરકારની રચના કરી ત્યારે તેણે વચન આપ્યું હતું કે તે ૨૦ વર્ષ જૂના તાલિબાન જેવું નહીં, પરંતુ મધ્યમ તાલિબાન હશે. પરંતુ આવું થઈ રહ્યું નથી, તાલિબાન લોકો, ખાસ કરીને મહિલાઓની સ્વતંત્રતા અને સુરક્ષાને લગતા મુદ્દાઓ સામે તેના હુકમો જારી કરવાનું ચાલુ રાખે છે. કયારેક તાલિબાનોએ શિક્ષણ બંધ કરવા, કયારેક રેડિયો સ્ટેશન ચલાવવા, કયારેક બ્યુટી પાર્લર બંધ કરવા જેવા આદેશો જારી કર્યા છે.
તાલિબાનના વડા મુલ્લા હિબતુલ્લા અખુન્દઝાદાએ જાહેરાત કરી હતી કે અમે જાહેરમાં વ્યભિચાર માટે મહિલાઓને કોરડા મારીશું અને જાહેરમાં પથ્થર મારીશું. તાલિબાન શાસનમાં મહિલાઓના અધિકારોના દમનના પ્રશ્ન પર અખુંદઝાદાએ કહ્યું કે આ બધું તમારી લોકશાહીની વિરુદ્ધ છે, પરંતુ અમે આમ કરતા રહીશું. અમે બંને કહીએ છીએ કે અમે માનવ અધિકારોનું રક્ષણ કરીએ છીએ. અમે તે ભગવાનના પ્રતિનિધિ તરીકે કરીએ છીએ અને તમે તે શેતાનના પ્રતિનિધિ તરીકે કરો છો.(૨૩.૩)
આ પ્રતિબંધો કલમ ૧૪માં હશે
જાહેર સ્થળોએ તમારા શરીરને ઢાંકવું ફરજિયાત છે
કોઈપણ લાલચથી બચવા માટે ચહેરો ઢાંકવો ફરજિયાત છે
ષાીઓએ એવા કપડાં પહેરવા જોઈએ જે પાતળા, ચુસ્ત કે ટૂંકા ન હોય
બિન-મુસ્લિમસ્ત્રી-પુરુષોની હાજરીમાંસ્ત્રી-પુરુષોએ પોતાને ઢાંકવું ફરજિયાત છે.
સાર્વજનિક સ્થળોએ ગાવા, પાઠ કરવા અથવા મોટેથી વાંચવા માટે પ્રતિબંધિત છે (કારણ કે તેમના અવાજો ઘનિષ્ઠ માનવામાં આવે છે)
આસ્ત્રીઓને એવા પુરૂષોને જોવાથી અટકાવે છે જેની સાથે તેઓ સંબંધિત નથી
કલમ ૧૯ હેઠળ પ્રતિબંધો
સંગીત વગાડવું
સાથ વિનાની મહિલા મુસાફરોનું પરિવહન
અસંબંધિત પુરુષો અનેસ્ત્રીઓનું મિશ્રણ.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
