<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

યુક્રેનની કંપનીઓ ભારતમાં ખુલશે! મોદીને મળ્યા બાદ ઝેલેન્સકીએ 'મેડ-ઈન-ઈન્ડિયા' પર કરી ખાસ જાહેરાત

પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો સંદેશ આપ્યો:મોદીને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ભારતમાં કંપનીઓ સ્થાપવામાં રસ ધરાવે છે:અમે કિવમાં તમારી કંપનીઓ ખોલવા માટે પણ તૈયાર છીએ.

નવી દિલ્હી : સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પર ટકેલી છે. પીએમ મોદીએ ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો સંદેશ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીને મળ્યા બાદ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ભારતમાં કંપનીઓ સ્થાપવામાં રસ ધરાવે છે. ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપિત કરવા તૈયાર છે

   રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ભારતમાં બનેલા ઉત્પાદનોની ખરીદી કરીને અને ભારતીય કંપનીઓને કિવમાં ખોલવાની મંજૂરી આપીને ભારત સાથે સીધા જોડાણ કરવા તૈયાર છે.

   ઝેલેન્સ્કીએ કિવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતમાં બનાવટની વસ્તુઓ ખરીદવા માટે પણ સંમતિ દર્શાવી હતી

   ઝેલેન્સકીએ કહ્યું કે અમે કિવમાં તમારી કંપનીઓ ખોલવા માટે તૈયાર છીએ અને અમે ભારતમાં અમારી કંપનીઓ ખોલવા માટે પણ તૈયાર છીએ. તેથી અમે આ પ્રકારની વાતચીત અને આ પ્રકારના કામ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. 

  દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે

(1:50 PM IST)