<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

કોંગ્રેસ નેતા ડો. ભોલા પાંડેનું અવસાન

ઇન્‍દીરા ગાંધીને જેલ મુકત કરાવવા બોંબ બનાવી પ્‍લેન હાઇજેક કરેલ

નવી દિલ્‍હી, તા. ર૪ :  ઇન્‍દીરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઇજેક  કરનાર કોંગ્રેસ નેતા ડો. ભોલા પાંડેનું નિધન થયું છે.

તે સમયે કેન્‍દ્રમાં જનતા પાર્ટીની સરકાર હતી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. ત્‍યારે પૂર્વ વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીની ૧૯ ડિસેમ્‍બર ૧૯૭૮ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે માહિતી મળતા, ૨૧ વર્ષીય ડૉ. ભોલા પાંડે અને તેમના અન્‍ય સાથી દેવેન્‍દ્ર પાંડેએ ૨૦ ડિસેમ્‍બર ૧૯૭૮ના રોજ બોઇંગ ૭૩૭ વિમાનને હાઇજેક કર્યું હતું. મજાની વાત એ છે કે ભોલાનાથએ ક્રિકેટના બોલને રૂમાલમાં લપેટીને બોમ્‍બ કહીને લખનૌથી દિલ્‍હીની ફ્‌લાઈટને વારાણસીમાં ઉતારી હતી. જ્‍યારે પૂછપરછ કરવામાં આવી ત્‍યારે તેમણે ઈન્‍દિરા ગાંધીને તાત્‍કાલિક મુક્‍ત કરવાની માંગ કરી હતી. આ ઘટનાએ ડૉ. ભોલા પાંડેને એક ક્ષણમાં જ વિશ્વમાં એક પ્રખ્‍યાત ચહેરો બનાવી દીધો અને ગાંધી પરિવાર માટે તેમના દરવાજા પણ કાયમ માટે ખોલી દીધા.

(2:55 PM IST)